• રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઇટીંગ ડેકોરેશન કરાશે, એન્ટ્રી ગેઇટ અને લેસર-શો આકર્ષણનું કેન્દ્ર બનશે
  • 29મીએ રંગોળી સ્પર્ધા અને 30મીએ ભવ્ય આતશબાજી યોજાશે
  • રાજકોટ મહાનગરપાલિકા આગામી 27 થી 31 ઓક્ટોબર દરમિયાન “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” રેસકોર્ષ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા-જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.27 થી તા.31 ઓક્ટોબર દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે.

“રંગીલું રાજકોટ” દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે, તેમ જણાવી “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ વર્ષે પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે. 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ પાંચ વિજેતાને રૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 રહેશે. આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ 5ડ્ઢ5 ની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 11 ને રૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 51 સ્પર્ધકને રૂપિયા 1000 આસ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે.

‘સ્લોગન ગૃપ’ રંગોળીમાં તમારે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન સાથે રંગોળી કરવાની રહેશે.દા.ત. રંગીલું રાજકોટ, રિંગ રોડ રાજકોટની શાન વગેરે. 50% માર્ક સ્લોગન અને 50% માર્ક રંગોળીના રહેશે. રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 ફૂટની રહેશે. ત્રણ વ્યક્તિ સાથે મળીને રંગોળી બનાવી શકશે.

સ્પર્ધામાં નામની નોંધણી ફક્ત વોટ્સએપ પર મેસેજ દ્વારા કરાવવાની રહેશે. મેસેજમાં સ્પર્ધકનું નામ, ઉમર અને શહેર લખીને મોકલવાનું રહેશે.વ્યક્તિગત રંગોળી માટે 9228090895 પર ઠવફતિંફાા મેસેજ કરવો.‘સ્લોગન ગૃપ’ રંગોળી માટે 9624025808 પર ઠવફતિંફાા મેસેજ કરવો. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જો 12 કલાક સુધી તમને ૂઠવફતિંફાા ના ગૃપમાં જોડી આપવામાં ન આવે તો,સ્પર્ધાના આયોજકને ફરીથી યાદી આપવાની રહેશે.ઉપર જણાવેલ મોબાઈલ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ કરવા ફોન કરવાની જરૂરીયાત નથી. કુલ 8 કલર-લાલ,પીળો,કાળો,લીલો,કેસરી,સફેદ,ડાર્ક બ્લૂ અને સ્કીન કલર આપવામાં આવશે.

સ્પર્ધાના નિર્ણાયકો તરીકે મુકેશભાઇ વ્યાસ, જાણીતા લેખક જય વસાવડા, આસિતભાઈ ભટ્ટ, ચૈતન્યભાઈ, એમ યુ ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક,જયશ્રીબેન રાવલ, રૂપલબેન સોલંકી રહેશે.

આ “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ-કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, જાણીતા લેખક જય વસાવડા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરે ઉપસ્થિત રહેશે.

“રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” હાઈલાઈટ્સ

  • * તા.27મીએ સાંજે 05:30 વાગ્યે કિશાનપરા ચોક ખાતે “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે શુભારંભ થશે.
  • * તા.29મીએ રેસકોર્ષ રિંગ રોડ ખાતે “રંગોળી સ્પર્ધા” અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.
  • * સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળી તા.30 અને તા.31ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.
  • * તા.30ના રોજ રાત્રે 7:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય “આતશબાજી” યોજાશે.
  • * રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.27 થી તા.31 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે.
  • * રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
  • * “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.27 થી 31 દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.