દેશમાં હવા પ્રદુષણનો પ્રશ્ન બહુ જ ઘેરો તો જાય છે. ત્યારે ગુજરાતના ઘણાખરા શહેરો આમાંથી બાકાત નથી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં હવા પ્રદુષણ ચરમસીમાએ પહોંચ્યું છે. હવા પ્રદુષણના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાં આપણા દ્વારા ચલાવવામાં આવતા વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડિઝલની ગુણવત્તા સાથે જૂના વાહનો પણ એટલા જ જવાબદાર સાબીત યા છે. વધતી જતી મોંઘવારીને લઈને ક્યાંકને ક્યાંક લોકો પોતાના વાહનોની સારસંભાળમાં ઉણા ઉતર્યા નથી. પોતાના વાહનોના પેટ્રોલ અને ડિઝલની ગુણવતા પણ ક્યારેક ચકાસવામાં આવતી નથી. તે સાથે જૂના વાહનોના વપરાશ અને ખરીદીનું પ્રમાણ વધ્યું છે. જેથી આ વાહનો દ્વારા નિકળતો વાયુ હવામાન પ્રદુષણ કરે છે સો જ લોકોના સ્વાસ્થ્યને પણ એટલું જ નુકશાન પહોંચાડે છે.
જ્યારે આપણે દવાખાનાની મુલાકાત લઈએ ત્યારે ડોકટરો આપણને માસ્ક પહેરી નજરે ચડતા હોય છે પરંતુ હવે નજીકના સમયમાં એવું પણ જોવા મળશે કે, દરેક લોકોને જીવવા માટે માસ્ક પહેરવું ફરજીયાત સાબીત થશે. આ વાતની ગંભીરતા લેતા લોકોએ સમજવું જોઈએ કે, પોતાના વાહનો અને અન્ય એવી વસ્તુઓ કે જે વાયુ પ્રદુષણ ફેલાવે છે તેને અટકાવવી જોઈએ.
આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ સામાન્ય લોકો જો નહીં સમજે તો આ વાયુ પ્રદુષણ નુકશાનકારક સાબીત થઈ શકે તેમ છે. સરકારની ગાઈડ લાઈન મુજબ વાહનોમાં વપરાતા ઈંધણની ચકાસણી કરી અને તે ઈંધણ બીએસ-૪ અને બીએસ-૫ કેટેગરીનું હોય તે જ વાપરવું જોઈએ. જેથી આ ઈંધણ વાહનોમાંથી ઓછુ પ્રદુષણ ફેલાવવા સક્ષમ છે. સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા જેમાં દિલ્હીનો ઓડ ઈવન નંબરની ગાડીઓ ચલાવવાનો નિયમ સાથે એવુ પણ કરી શકીએ કે એક જ વિસ્તારમાં અવા તો એક જ કંપનીમાં એકી વધુ લોકો કામ કરતા હોય આ લોકો દ્વારા વપરાતા દ્વિચક્રિય વાહનોમાં બે લોકોએ સો જવું અને એક ગાડીમાં સહકર્મચારીઓને લઈ જવું જેથી વાહનોનો ઉપયોગ ઘટશે અને પ્રદુષણ ઓછુ થશે. સાથે એવું પણ કરી શકીએ કે, સ્કૂલે ભણતા વિર્દ્યાીઓ જે મોટર સાયકલ અને અન્ય વાહનો લઈને જાય છે તેની જગ્યાએ સાયકલનો ઉપયોગ કરી વાયુ પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકાય.
જો વિશ્વની વાત કરવામાં આવે તો પૃથ્વી પર વધતી જતી ગરમી અને ભારતના અમુક સ્ળોએ ઘટતો વરસાદ એ પણ આ પ્રદુષણનો જ ભોગ છે. વૃક્ષોની ઘટતી જતી માત્રા ક્યાંકને ક્યાંક વાયુ પ્રદુષણનું મોટુ કારણ સાબીત યેલ છે. ધરતીને સુર્યના પારજાંબલી કિરણોથી બચાવતું ઓઝોન પળ પણ પ્રદુષણને લીધે ક્ષતીગ્રસ્ત થયું છે. જેને લીધે સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને ગરમીનું પ્રમાણ વધતુ જતું જોઈ શકાય છે. ભારતનો હિમાલય સો બરફ આછાદીત ગીરીમાળાઓમાં પણ આજ પારજાંબલી કિરણોની અસરી બરફ ઓગળવાનું શરૂ થઈ ગયું છે. ત્યાંના વાતાવરણને પણ આ જ રીતે નુકશાન થઈ રહ્યું છે.