રાજકોટમાં એક એવી ઐતિહાસિક કથા યોજાશે કે જેનાથી રંગીન નગરી ધર્મમય બની રહેશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજથી તા. 1 જાન્યુઆરી, 2023ના રોજ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો લોકોની આસ્થાના પ્રતિક હનુમાનજી મહારાજ અને હનુમાન ચાલીસાના માધ્યમથી રાષ્ટ્રભક્તિ અને શુભ મંગલ સંયોગ યોજવા માટે ધર્મ સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા માટેના પ્રયોગ સાળંગપુર કષ્ટભંજન દેવના પ્રમુખ સ્થાને રાજકોટ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાના વિરાટ આયોજનના માધ્યમથી સૌ પ્રથમ વખત રાજકોટમાં થવા માટે જઈ રહ્યો છે.
આ વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રમાં યુવાનો કેન્દ્રસ્થાને રહેશે. 27 ડિસેમ્બર 2022 થી 1 જાન્યુઆરી 2023 દરમિયાન રાજકોટ ખાતે આવેલા રેસકોશ મેદાન ખાતે છ દિવસ સુધી દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના વિદ્વાન વક્તા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રી ના વ્યાસા હનુમાન ચાલીસાના મૂળભૂત અર્થો અને અસરકારકતાથી લોકોને પરિચિત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરી શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે પ્રેરણા આપવામાં આવશે જે માટે આ કથા દરમિયાન રાષ્ટ્રધ્વજ કેન્દ્રસ્થાને રાખી દરરોજ સમૂહમાં સન્માન ભૈર રાષ્ટ્રગાન કરવામાં આવશે.
શું હશે શ્રોતાઓ માટે વ્યવસ્થા ??
આ કથામાં આવનાર શ્રોતાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. 30,000થી પણ વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા, 1000 જેટલા સ્વયંસેવકો અને 500 જેટલી મહિલાઓ કોઈને પણ અગવડ ન પડે તે માટે ખડેપગે રહીને ફરજ બજાવશે. આ કથામાં 20000 જેટલી ખુરશીઓ તેમજ 1000 જેટલી વીઆઈપી બેઠકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.