ડી.જે. ગરબાની રમઝટ સાથે ગણેશ સ્થાપના: લાડુ સ્પર્ધા, વનમીનીટ ગેમ શો સહિતના વિવિધ આયોજનોને લઈ આયોજકો અબતકને આંગણે

દર વર્ષની પરંપરા જાળવતું હસનવાડીનું પ્રખ્યાત અને લોક ચાહીતું રંગીલા યુવા ગ્રુપ દ્વારા હસનવાડી કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન.

માનવ સેવા એજ પ્રભુ સેવા આ સુત્રને હર હંમેશ મોખરે રાખી પોતાના વિસ્તારમાં નામ કરેલ છે. પરંતુ ધીરેધીરે રાજકોટ શહેરમાં પણ પોતાનું આગવું નામ કરવું રંગીલા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે. હસનવાડી વિસ્તારને કાયમી જીવંત રાખવા આ ગ્રુપ દ્વારા અવનવા કાર્યક્રમો તેમજ આયોજનો કાયમી ધોરણે કરવામાં આવતા હોય છે. તેમાં સમુહ લગ્ન, કથા, લોકડાયરો, રાંદલ માતાજીના ૧૦૮ લોટા, હાસ્યારો, દર માસની પૂનમે બટુક ભોજન, ફરસાણ વિતરણ, ચોપડા વિતરણ સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો આ ગ્રુપ દ્વારા કરાય છે.

રંગીલા યુવા ગ્રુપ દ્વારા તા.૨.૯ થી તા.૧૨.૯ સુધી ગણેશ મહોત્સવનું આયોજનમાં મહા આરતીમાં આશરે ૮૦૦ થી ૧૦૦૦ દર્શનનો લાભ લેશે. તેની સાથે સાથે બાળકો તેમજ ભાઈઓ બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.જેમાં ગણેશજીનું સામૈયું ડી.જે. રાસગરબાની રમઝટ સાથે, ધુન કિર્તન, કેક કાપી ગણેશજીનો જન્મ મહોત્સવ અને બહેનો માટે ડીસ્કો દાંડીયા, લાડુ સ્પર્ધા, આરતી સ્પર્ધા, વન મીનીટ ગેમ શો, ઓલ બોડી ચેકઅપ, ફ્રી નિદાન કેમ્પ, રમત ગમત સ્પર્ધા, ડાન્સ કોમ્પીટીશન ધાર્મિક ગીત પર, છપ્પન ભોગનું આયોજન સત્યનારાયણ ભગવાનની કથા ભજન ધૂનની અંતાક્ષરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કાનાભાઈ ડાભી સહિતના આયોજકો અબતકની મુલાકાત લીધી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.