કોર્પોરેશન, રૂડા, શહેર પોલીસ અને પીજીવીસીએલના અલગ અલગ પ્રોજેકટનું સવારે ઈસ્કોન મંદિર સામે રૂડા મેદાન ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રૂડા, શહેર પોલીસ તથા પી.જી.વી.સી.એલ.ના સંયુક્ત ઉપક્રમે કાલે શનિવાર સવારે ૦૯:૩૦ કલાકે રૂડા મેદાન, ઇસ્કોન મંદિર સામે, મોટામવા પાસે, કાલાવડ રોડ ખાતે રૂ.૫૬૫ કરોડથી વધુ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક એ જણાવ્યું હતું.
આ લોકાર્પણ તથા ખાતમુહૂર્તમાં વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ રૂ.૨.૬૬ કરોડ, માધાપર ખાતે ૮૦ એમ.એલ.વી.નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ રૂ.૪૫.૭૫ કરોડ, એન્ટી હોકિંગ સિસ્ટમનું લોકાર્પણ રૂ.૨.૫૭ કરોડ, સ્માર્ટ સિટી સિગ્નલ એટીસીએસ આરએલવીડી લોકાર્પણ રૂ.૧૧.૧૭ કરોડ, વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રૂ.૧૩૫.૦૦ કરોડ, ઓર્ગેનિક વેસ્ટ ક્ધવર્ટરનુ ખાતમુહૂર્ત રૂ.૧.૩૫ કરોડ તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) તથા રાજકોટ શહેર પોલીસ, પી. જી. વી. સી. એલ. ના જુદા જુદા કામો મળી કુલ રૂ.૫૬૫ કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેકટના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે માન.સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તથા અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.
તેમજ આ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોના અન્ય નિમંત્રકો પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્વેતા ટીઓટીયા, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીવીઝનલ મેનેજર પશ્ચિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, ઉપસ્થિત રહેશે.