રંગીલા રાજકોટના મોજીલા માણસોને હવે પડશે જલસો કારણ કે રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્રનો સૌથી કહેવાતો રાજકોટનો લોકમેળો જેની માહિતી આપતા કલેકટર અરુણ મહેશ બાબુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી વિવિધ મુદ્દાએ વિસ્તૃત માહિતી આપી હતી
કોરોના કાળના કારણે ૩ વર્ષથી રાજકોટનો લોકમેળા યોજાયો નથી અને રાજકોટની જનતાને આ વર્ષે મેળો યોજાવાની સાથે જ લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે લોકોની સાથે જ વેપારી વર્ગને પણ રોજગારી અને ધધો વેપાર મળશે તેવી આશા વર્તાઈ રહી છે
-
રાજકોટ લોકમેળાનું નામ “આઝાદીનો અમૃત લોકમેળો” રખાયું
રાજકોટ લોક મેળોએ સૌરાષ્ટ્રનો કહેવાતો સૌથી મોટો મેળો છે અને આશરે મેળામાં ૫ લાખથી લઇને ૧૨ લાખ સુધીના લોકો મેળો માળવા આવતા હોય છે રાજકોટ લોકમેળાની તારીખ 17 સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન થશે
-
૪ દિવસ મુખ્ય સ્ટેજ પરફોર્મન્સ યોજાશે
લોકમેળામાં ૪ દિવસ સુધી સ્ટેજ પરફોર્મન્સ યોજાશે અને લોકો માટે પણ લોક મેળાનો મંચ ખુલ્લો રાખવામાં આવ્યો છે લોકો પોતાનું પરફોર્મન્સ આપી શકશે અને એક્ટીવ રીતે ભાગ લઈ શકશે
-
લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું
લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું છે કે તેઓ આવે અને પોતાના હસ્તે રાજકોટના લોકમેળો ખુલ્લો મુકે અને રાજકોટની જનતાને વધુ એક મનોરજન કરતુ આયોજન જનહિતાર્થે ખુલ્લું મુકે.
-
25 % આવક સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં અપાશે
રાજકોટના લોકમેળામાં સમગ્ર આયોજન દરમ્યાન આવક થશે તેનો ચોથો ભાગ એટલે કે ૨૫% આવકને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં અપાશે જેથી લોકોના મનોરંજન સાથે જ લોકસેવાના ફંડમાં પણ જમા થશે
-
રાઈડ્સના ભાવ સામાન્ય જનતાને પોસાઈ તેવા નકકી કરાયા
રાજકોટના લોકમેળામાં વિવિધ પ્રકારની ઘણીબધી રાઈડસ આવતી હોય છે અને લોકો સાથે જ બાળકોને આ વિવિધ રાઈડસમાં બેસવાની ખુજ જ મજા પડતી હોય છે આ વર્ષે રાઈડસની ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી અને સામાન્ય જનતાને પોસાઈ તેવા સામાન્ય ભાવ રાખવામાં આવ્યા છે.
-
ફૂડ ક્વોલિટી સારી રહે તે માટે સખ્ત સૂચના આપવામાં આવી
શ્રાવણ મહિનો અને રાજકોટની ખુબ જ ઉત્સાહી જનતા કે જે તહેવારમાં બહાર જ જમતી હોય છે તેમને મેળામાં સારી ગુણવતાનું ફૂડ મળે તેના માટે વેપારીઓને ખાસ ધ્યાન રાખવા સુચના અપાઈ છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે મહાનગર પાલિકાની કામગીરી સતત ચાલુ રહેશે
પીવાના પાણીને પણ તપાસવામાં આવશે તેમજ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા જગ મૂકીને કરવામાં આવશે
-
લોકમેળામા ઓવર ચાર્જ ન વસુલાય તે માટે અધિકારીઓ દ્વારા ધ્યાન રખાશે
લોકોની સલામતી માટે સખ્ત અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને પોલીસ તેમજ અન્ય ફોર્સના જેટલા પણ સ્ટાફની જરૂર હશે તેમને બોલાવશે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના સ્ટોર્સ રહેશે લોકોને વિવિધ માહિતીઓ અપાશે
-
પહેલી વખત મતદાન જાગૃતિ માટે મેળામાં એક્ટિવિટી કરાશે
હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે લોકોમાં મતદાનની જાગૃતતા આવે તેવા હેતુ થી એક્તીવિટી કરવામાં આવશે વેક્સીનેશ સેન્ટર અને રેપીડ ટેસ્ટ માટે સેન્ટર રાખવામાં આવશે જેથી જનતામાં જો કોઈ રહી ગયું હોય તો તેઓ મેળામાં આનંદ માળતાં પણ આનો લાભ લઇ શકશે