• રેસકોર્સ રિંગ રોડ પર દુલ્હન જેવો શણગાર: બુધવારે ભવ્યાતિભવ્ય આતશબાજી, મન મોહક રોશની નિહાળવા પ્રથમ દિવસે જ શહેરીજનો ઉમટયા:શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે ગીતો લલકાર્યા

રંગીલા અને મોજીલા રાજકોટમાં દિવાળીની ભરે રોનક જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલથી દિવાળી ઉત્સવનો રંગારંગ આરંભ કરવામાં આવ્યો છે. આગામી બુધવારે ભવ્યાતિભવ્ય આતશબાજી યોજાશે સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ દિવાળી ઉત્સવને ખુલ્લો મુકતાની સાથે જ રાજકોટવાસીઓ દિવાળીના રંગમાં રંગાય ગયા હતા. રેસોકર્સ રિંગ રોલડનુ દુલ્હનની માફક શણગારવામાં આવ્યું છે. રંગોળી સ્પર્ધા આતશબાજી અને લેસર શોએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ગુરૂવાર સુધી દરમ્યાન રેસકોર્ષ રિંગરોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આકર્ષણ તરીકે આકર્ષક એન્ટ્રી ગેઇટ તેમજ બહુમાળી ભવન ચોક ખાતે લેસર શોનું પણ આયોજન કરવામાં આવેલ છે જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે.

કુલ 25 રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ પાંચ વિજેતાને રૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ 5ડ્ઢ15 રહેશે.આ ઉપરાંત 500 રંગોળી વ્યક્તિગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ 5ડ્ઢ5 ની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ 11 ને રૂપિયા 5000/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 51 સ્પર્ધકને રૂપિયા 1000 આસ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે.

રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.27/10/2024 થી તા.31/10/2024 સુધી આકર્ષક એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે દિવાળી ઉત્સવ અંતર્ગત કાળ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. શહેરીજનો સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.30  અને તા.31/10 ના રોજ સાંજે નિહાળી શકશે.  તા.31 સુધી   લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.  બુધવારે સાંજ  રાત્રે 7:00 કલાકે  માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમા ગુરૂવાર સુધી દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે. આ રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો,  ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા અને તેની સમગ્ર ટીમ, જાણીતા લેખક જય વસાવડા, વગેરે ઉપસ્થિત રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.