૨૦૨૨ના આરંભે શહેરીજનો માટે રામવન ખુલ્લું મુકાય જાય તેવી શકયતા

રામવનના નિર્માણ માટે બાંધકામ, વોટરવર્કસ અને ગાર્ડનશાખા દ્વારા રૂ.૧૮ કરોડનો ખર્ચ

આજી ડેમના કાંઠે સુંદર એવું રામવન નિર્માણ પામી રહ્યું છે. જેનું કામ વર્ષ ૨૦૨૨ના આરંભે પૂર્ણ થઈ જાય તેવા અણસાર મળી રહ્યા છે. આ રામવનનું નામકરણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના ખાતમુહૂર્ત પ્રસંગે કર્યું હતું.

અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ ૧૫૬.૧૬ એ.ગુ. જમીન પૈકી ૪૭ એકર ખુલ્લી જમીનમાં તૈયાર થઇ રહેલા સાંસ્કૃતિકના રામવનના નિર્માણમાં જુદી જુદી ૫૫ થી ૬૦ વિવિધ જાતના અંદાજે ૬૦ હજારથી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા વૃક્ષોને ઉછેરીને જતન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂ.૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર રામવન (અર્બન ફોરેસ્ટ) ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ,એડમીન ઓફીસ,સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદાજુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ, આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.અહીં વોકિંગ ટ્રેક, યોગા સેન્ટર, એમપીથ્રિ થિયેટર, નાના- મોટા બે તળાવ સહિતના આકર્ષણો હશે.હાલ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે. આથી જ ગત ૨જી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ સરકાર દ્વારા ફાળવણી કરાયેલ અર્બન ફોરેસ્ટને મંજુર કર્યું છે.

રામવનની ખાસીયત

  • ૪૭ એકર જેટલો વિશાળ વિસ્તાર
  • ૬૦ હજાર વૃક્ષોનું ઘનઘોર જંગલ
  • વોકિંગ કરવા માટે ખાસ ટ્રેક
  • યોગા માટે વિશેષ સેન્ટર
  • અદ્યતન ખઙ૩ થીયેટર
  • બે નાના -મોટા તળાવ બનશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.