ઇન્ડીયન મેડિકલ એસોસિએશન-નેશનલ હેડ ક્વાર્ટર દ્વારા કોરોના વોરીયર તરીકે રાષ્ટ્રીય કક્ષાનો ‘નેશનલ ડોક્ટર ડે એવોર્ડ-2021’ રાજકોટના સિનિયર ફિઝીશ્યન ડો.સંજય ભટ્ટને એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટ સહિત ગુજરાત માટે ગૌરવની વાત છે. સમગ્ર તબીબી જગત દ્વારા ડો. સંજય ભટ્ટને શુભેચ્છા પાઠવવામાં આવી છે એમ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ્લ કમાણી અને સેક્રેટરી ડો.દુષ્યંત ગોંડલીયાની યાદમાં જણાવાયું છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ડે નિમિતે એવોર્ડ એનાયત: ડો.સંજય ભટ્ટ પર શુભેચ્છા વર્ષા

ડો.પ્રફુલ્લ કમાણીએ જણાવ્યું છે કે, રાજકોટના જાણીતા ફિઝીશ્યન ડો. સંજય ભટ્ટ છેલ્લાં 25 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટીસ કરે છે. રાજકોટની સમન્વય હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ ખાતે ફિઝીશ્યન તરીકે કાર્યરત છે. કોરોના મહામારીના સંકટ વખતે તેમણે સતત કોરોના દર્દીઓની સારવાર, સિવિલ હોસ્પિટલ-રાજકોટના કોરોના વોર્ડમાં માનદ્ સેવા, લોકોને કોરોના વિશે જાગૃત કરવા, કોરોના સંબંધી વિવિધ જાણકારી દ્વારા સમાજને જાગૃત કરવા સહિત અનેક સેવા આપવામાં આવી છે અને હજુ પણ તેઓ સતત કોરોના વોરિયર તરીકે કાર્યરત છે. કોરોનાના અનેક દર્દીને સજા કરવા સાથે અનેક દર્દી અને તેમના પરિવારને સરળ માર્ગદર્શન આપી તેમની ચિંતા દૂર કરવા ડો. ભટ્ટ સતત પ્રયત્નશીલ રહ્યાં છે.

જેથી તેમની કામગીરીની નોંધ લઇ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન- દિલ્હી હેડ ક્વાર્ટર દ્વારા ગ્રાન્ડ સેરેમની રાખવામાં આવી હતી જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત દેશના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આઇ.એમ.એ. દ્વારા કોરોના વોરીયર માટેના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા હતાં અને ઓનલાઇન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે, જેમાં ડો.સંજય ભટ્ટના નામની જાહેરાત થતાં રાજકોટ તબીબી જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજકોટ સહિત ગુજરાતના તબીબી જગત માટે આ ગૌરવની વાત છે.

ડો.દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે કે, ડો.સંજય ભટ્ટ હાલ એસોસિએશન ઓફ ફિઝીશ્યન ઓફ રાજકોટના પૂર્વ પ્રેસીડન્ટ અને ઇન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રેસીડન્ટ ઇલેક્ટ છે. તેમણે આઇ.એમ.એ., ફિઝીશ્યન એસોસિએશન વગેરેમાં અનેક પદ પર સેવા આપી છે. નેશનલ ડોક્ટર ડે એવોર્ડ રાજકોટના ડો.સંજય ભટ્ટ સહિત ગુજરાતના ડો. નિમેશ ગોવિંદભાઇ, ડો.ભુપેન્દ્ર ગોસ્વામી, ડો.ધ્રુપલ સુથાર, ડો.માલજીવવાલા અબ્બાસ ઇસ્માઇલ, ડો.ચિરાગ રાઠોડ એમ કુલ સાત તબીબોને એનાયત કરવામાં આવ્યો છે.

આઇ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા, ડો.વિજય પોપટ, આઇ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડો.દેવેન્દ્રભાઇ પટેલ, ઉપપ્રમુખ ડો.રશ્મી ઉપાધ્યાય, રાજકોટ આઇ.એમ.એ.ના પેટ્રન ડો.એસ.ટી.હેમાણી, ડો.ડી.કે. શાહ, ડો.પ્રકાશ મોઢા અને ડો.સુશિલ કારીયા, એડવાઇઝરી બોર્ડના ડો.ભરત કાકડીયા, ડો.ભાવિન કોઠારી, ડો.એમ.કે. કોરવાડીયા, ડો.અમિત હપાણી, ડો. હિરેન કોઠારી ઉપરાંત જાણીતા તબીબો ડો.કિર્તી પટેલ, ડો.વલ્લભ કથીરીયા, ડો.કાંત જોગાણી, ડો.ચેતન લાલસેતા, ડો.નિતીન લાલ, ડો.યજ્ઞેશ પોપટ, ડો.દિપેશ ભાલાણી, ડો.ભાવેશ સચદે, ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શનાબેન પંડ્યા, ફિઝીશ્યન એસોસિએશન પ્રેસીડન્ટ ડો.પ્રશાંત ત્રિવેદી, ડો.આનંદ પોપટાણી, ડો.કિરીટ દેવાણી, ડો.રાજેશ તેલી, ડો.એલ.પી. ગણાત્રા, ક્રિટીકલ કેર એસોસિએશનના ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.મયંક ઠક્કર, ડો.જયેશ ડોબરીયા, ડો.તેજસ કરમટા સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા ડો.સંજય ભટ્ટને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી, સેક્રેટરી ડો.દુષ્યંત ગોંડલીયા, આઇ.પી.પી. ડો.જય ધીરવાણી, ઉપપ્રમુખ તરીકે ડો.દેવેન્દ્ર રાખોલીયા, ડો.પારસ. ડી.શાહ, એડિટર ડો.અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો.વિપુલ અઘેરા, જોઇન્ટ ટ્રેઝરર ડો.કમલેશ કાલરીયા, જોઇન્ટ સેક્રેટરી ડો.વિમલ સરાડવા, ડો.બિરજુ મોરી એક્ઝીક્યુટીવ કમિટિના ડો.મયંક ઠક્કર, ડો.જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા, ડો.પિયુષ ઉનડકટ, ડો.રૂપેશ મહેતા, ડો.મમતાબેન લીંબાસીયા, ડો.મનિષાબેન પટેલ, ડો.હેતલ વડેરા, ડો.રૂકેશ ઘોડાસરા, ડો.દર્શન સુરેજા, યંગ એક્ઝીક્યુટીવ ડો.સંજય ટીલાળા, આઇ.એમ.એ. મહિલા વિંગના પ્રમુખ તરીકે ડો. સ્વાતીબેન પોપટ, સેક્રેટરી તરીકે ડો.વૃન્દા અગ્રાવત, ગુજરાત આઇ.એમ.એ.ના ડો.બિપીન પટેલ, ડો. અનિલા નાયક, ડો.કમલેશ શૈની, ડો.જીતેન્દ્ર પટેલ, મહેન્દ્રભાઇ દેસાઇ સહિત તબીબી જગત દ્વારા ડો.ભટ્ટ પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે. આઇ.એમ.એ.ના મીડીયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગૃપના વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.