જ્યાં જુઓ ત્યાં ડેવલપમેન્ટ કામ થઈ રહ્યા છે.અનેક મહાનગરોમાં કઈક ને કઈક વિકાસ ના કાર્યો થઈ રહ્યા છે.શહેરીજનોને સુવિધા આપવા માટે સરકાર ક્યાંક કચાશ રાખતી નથી.તેથી કહી શકાય કે વિકાસે વેગ પકડ્યો.સરકાર ટ્રાફિક ની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે વિવિધ મહાનગરોમાં ઓવરબ્રિજ અને રોડ રસ્તા નિર્માણ કરવામાં આવે છે.ગુજરાતમાં પહેલીવાર શહેરી વિસ્તારમાં સિક્સલેન રોડ રોડ બનવા જઈ રહ્યો છે તેની ભેટ રાજકોટને મળી છે.
ભાજપ સરકાર લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી.વિવિધ વિકાસના કાર્યો લોકાર્પણ બાદ હવે રાજકોટ રાજ્ય નો પહેલો સિક્સલેન રોડ બની રહ્યો છે.આ રોડ રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી 45 મીટર પહોળો અને 5 કિલોમીટર લાંબો રોડ બનસે.જેના કારણે 120 મિલકતો કપાતમાં જશે.
આજે સરકાર માટે ટ્રાફિકનો પ્રશ્ન એ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે.ત્યારે રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યા સરકાર માટે માથાનો દુખાવા સમાન છે,તેથી તેના નિવારણ માટે રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી સિક્સલેન રોડ બનાવવાની જાહેરાત થઈ છે.આ 45 મીટર પહોળો અને 5 કિલોમીટર લાંબો રોડ છે જેનાથી ટ્રાફિક ની સમસ્યા દૂર થશે.
રોડની પહોળાઇ વધારવા માટે કપાતમાં જતા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે. રોડની પહોળાઇ વધારવામાં લગભગ 120થી વધુ મિલકતો કપાતમાં થશે, જેને વૈકલ્પિક જગ્યા આપવી, વધારાની FSI આપવી અથવા રોકડ સહિત વળતરના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. હાલમાં કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ થયા પછી જ રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે.