પોલીસ કોલોનીમાં જવાનોના ક્વારટર્સ પોલીસ ગ્રાઉન્ડ, જિમ સહિત ઓફિસનું નિરીક્ષણ કર્યું: સામાજિક, રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ધ્રાંગધ્રા ડીવીજનનાં ઇન્સ્પેક્શન અર્થે આવ્યા હતાં જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે રેન્જ આઇ,જી અશોક યાદવ, દ્વારા ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીઓનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તેમજ ઉઢજઙ જે ડી પુરોહિત, દ્વારા રેન્જ આઇ,જી નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી હતી.રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા પોલીસ કોલોનીમાં જઈને પોલીસ જવાનોનાં ક્વાર્ટર્સનું નિરીક્ષણ કરવા સાથે પોલીસ ગ્રાઉન્ડ, જિમ સહીત ઓફિસ સિવાયના અન્ય પાસાઓ ઉપર પણ નિરીક્ષણ સાથે સૂચનો કર્યા હતાં.
જુદા જુદા વિસ્તારના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો સાથે રેન્જ આઇજી અશોક કુમાર યાદવે સમસ્યા અને સૂચન સબન્ધીત ચર્ચા કરી હતી જેમાં મોચીવાડ વિસ્તારના આગેવાનોએ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વિસ્તારને દત્તક લેવામાં આવ્યા પછી વિસ્તારની મોટાભાગની સમસ્યાનો અંત આવ્યો છે તયારે આઇજી સાહેબ અંગત રસ લઈને વિસ્તારમાં નાનાં બગીચાની વ્યવ્શ્થા કરાવી દે એમ વિનંતી કરી હતી.ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત, ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી,આઇ, પીએસઆઈ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પી,આઇ,પોલીસ સહિત તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.