વિદ્યાર્થીઓ માટે ચાલતી ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે રૂટ નં. 1 થી 7માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં. 13, 14, 78, 96, 98, 44, ર6, 40, 87, કે.કે.કોટિચા, નારાયણનગર કુમાર શાળા, કોઠારિયા સ્ટેશન શાળા, 33, 17, 68, 8, 58, 61, 49બી, 5ર, 63, તિરુપતી શાળા, કોઠારિયા તાલુકા શાળા, ગુલાબનગર શાળા, નારાયણનગર ક્ધયા શાળા, 77, 46, 89બી અને 71 એમ કુલ : ર9 શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધો. 1, ના 515 કુમાર અને 6રર ક્ધયાઓ મળી કુલ 1137 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આંગણવાડીમાં 474 કુમાર અને 46ર ક્ધયાઓ મળી કુલ 936 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ તકે બાળકોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરિટસિંહ પરમાર ના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેંડિંગ ચેરમેન પુશ્કરભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર મહામંત્રી ઓ કિશોરભાઈ પરમાર, નરેંદ્રસિંહ ઠાકુર તથા જીતુભાઈ કોઠારી, સુરેંદ્રનગર પ્રભારી નિતિનભાઈ ભારદ્વાજ, ભાવનગર પ્રભારી કશ્યપભાઈ શુક્લ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડકશ્રી સુરેંદ્રસિંહ વાળા, શહેર ભાજપના તમામ હોદ્દેદારો, મ્યુ. કમિશનર અમિત અરોરા (ઈંઅજ), રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ (ઈંઙજ), રાજકોટ સ્પે. પોલીસ કમિશ્નર ખુર્શિદ અહેમદ (ઈંઙજ), ડી.સી.પી. ક્રાઈમ રાજકોટ પાર્થરાજસિંહ ગોહિલ (ઈંઙજ), ગુજરાત ઇકોલોજી કમિશનના મેમ્બર સેક્રેટરી મહેશ સિંધ (ઈંઋજ), સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો. ગીરીશ ભિમાણી, શિક્ષણ શાસ્ત્ર ભવન અધ્યક્ષ ડો. ભરત રામાનુજ, રા.મ્યુ.કો. ના આસિ. કમિશનરઓ અને અન્ય અધિકારીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્યોની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે શાળાઓમાં (શાળા નં. 78 અને 98) સમગ્ર શિક્ષા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચાલતી ટ્રાંસપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી બતાવીને મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ. આજ બીજા દિવસે દાતાઓ દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓ માટે ભેટ સ્વરૂપે રોકડમાં 4500 રૂ. અને વસ્તુ સ્વરૂપે 3,58,500 રૂ. એમ કુલ મળીને 3,63,000 રૂ. નો લોક સહયોગ પ્રાપ્ત થયો.