રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાશે

ઉત્સવપ્રિય રંગીલા રાજકોટમાં દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં પવિત્ર  શ્રાવણમાસમાં આવતા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે વર્ષ  1983થી લોકમેળાની રંગત જામે છે. રંગીલા રાજકોટનો લોકમેળો  એક રાજકોટની આગવી ઓળખ બની ગયો છે. આજથી  જન્માષ્ટમીના તહેવારની રજાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક તહેવારોને માણવા તત્પર રહેતા રંગીલા રાજકોટીયન્સ આજથી પાંચ દિવસ મોજ  માણશે.

રાજકોટના રેસકોર્ષ  મેદાનમાં આજથી પાંચ દિવસ  સુધી રસરંગ લોકમેળાનો પ્રવાસન મંત્રી  મુળુભાઈ  બેરાના હસ્તે ખૂલ્લો  મૂકવામાં આવશે. સમગ્ર  સૌરાષ્ટ્રમાં પ્રક્યાત રાજકોટના લોકમેળામાં પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો મહાલવા ઉમટી પડશે. તેવોઅંદાજ છે.  સૌરાષ્ટ્રભરમાં દર વર્ષે ભારે  આકર્ષણનું કેન્દ્ર બનતા   રાજકોટના ભાતીગળ લોકમેળાને આજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે  સાંજે 4.30 વાગ્યે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે  ખૂલ્લો મૂકવામાં આવશે.

રાજકોટના રેસકોર્ષના  મેદાનમાં શરૂ થનારા આ  રસરંગ લોકમેળામાં પાંચ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કલેકટર તંત્ર, વીજ તંત્ર, પોલીસ તંત્ર  સહિતના  સ્ટોલનો સમાવેશ થાય છે.

આજથી તા.9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ લોકમેળામાં  પાંચ દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે. રસરંગ લોકમેળામાં  રમકડાનાં  178 સ્ટોલ, ખાણી-પીણી કોર્નરના 32 સ્ટોલ, 44 જેટલી મોટી યાંત્રીક  રાઈડસ,  54 જેટલી મધ્યમ  અને નાની ચકરડી, 2 મોટા ફુડ કોટ, 16 આઈસ્ક્રીમના  ચોકઠા સહિતના સ્ટોલ તૈયાર થઈ ચૂકયા છે. આ લોકમેળામાં સૌરાષ્ટ્ર ગુજરાત, રાજસ્થાન સહિતના વેપારીઓ ધંધો કરશે.

લોકમેળાની સુરક્ષાને લઈ તંત્ર સજજ

રાજકોટનાં ભાતીગણ લોકમેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રની સાથે જિલ્લા કલેકટરનો વહીવટી સ્ટાફ પણ સક્રિય બન્યો છે. આગામી 5 સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે યોજાનાર લોકમેળો લુંટ મેળો ન બની જાય તે માટે કલેકટર કચેરીના 100 અધિકારીઓ અને કર્મચારીઓની રાઉન્ડ ધ કલોક ડયુટી ફાળવી દેવામાં આવી છે. 5 સપ્ટેમ્બરનાં સવારે 8.30 થી 4 અને સાંજે 4 થી 12 એમ બે તબક્કામાં કલેકટર કચેરીનાં સ્ટાફની ડયુટી ફાળવવામાં આવી છે.

સવારની સિફટમાં મામલતદાર અને ટીડીઓ અને 9 માણસો એ જ રીતે બપોર પછી મામલતદાર અથવા ટીડીઓ અને 9 માણસો એમ રોજ 2 અધિકારી સાથે 20 કમર્ચારીઓ ડયુટી પર હાજર રહેશે. આ રીતે પાંચ દિવસ સુધી અલગ અલગ સ્ટાફ અને અધિકારીઓ લોક મેળા ખાતે કલેકટર કંટ્રોલરૂમમાં હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.