રાજકોટ શહેરમાં  જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યાં છે, રાજકોટ કોર્પોરેશન દ્વારા દરોડા કામગીરી વધારી દેવામાં આવી. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ રેસ્ટોરાં અને મેકડોનાલ્ડમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જડ્ડુસ હોટેલમાંથી અનેક રાંધેલી વાસી ચીજવસ્તુઓ ફ્રિજમાં રાખેલી મળી આવી હતી. તો વાસી શાકભાજી પણ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા કાલાવડ રોડ નજીક ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જડ્ડુસ ફુડ્સ ફિલ્ડ નામની રેસ્ટોરન્ટ આવેલી છે. જે તેમના બહેન નયનાબા અનિરુદ્ધસિંહ જાડેજા સંભાળે છે. આરોગ્યના દરોડા દરમિયાન રાંધેલો વાસી ખોરાક જેમ કે મન્ચૂરીયન, નૂડલ્સ, પાસ્તા વગેરે ફ્રિઝમાં સંગ્રહ કરેલા મળી આવ્યા હતા. તો રાધેલા ભાત, દાળફ્રાય, બાફેલા બટાકા ફ્રિઝમાં રાખેલા હતા.

વાસ તથા લાંબા સમયથી રાંધીને સંગ્રહ કરેલી તમામ ખાદ્યચીજો મન્ચૂરીયન, નૂડલ્સ, પાસ્તા, બાફેલા બટાકા, વાસી તથા ફૂગ ચડેલી બેકરી આઇટમ, ફૂગ ચટેલી પૂરી, વાસી તથા બગડેલા શાકભાજીનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હાઇજેનિક કંડિશનને લઇને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.