પ.પૂ. સદ્ગુ‚દેવ ભગવાન રણછોડદાસજીબાપુ દ્વારા જયાં પોતાની સહઉપસ્થિતમાં સન ૧૯૬૭માં બિહાર પડેલા ભયંકર દુકાળમાં ત્યાંની ભુખથી આકુલ વ્યાકુળ માણસોને રાતદિવસ સતત આઠ માસ સુધી દરરોજ આશરે ૫૦,૦૦૦ માણસોને અમૃતરૂપી મહાપ્રસાદ આપી નવજીવન આપેલ હતું, એટલું જ નહીં જ્યાં સુધી તેઓનું જીવન સામાન્ય ના થાય ત્યાં સુધી ભોજનની સાથે નેત્રયજ્ઞની પણ સેવા કરેલ હતી એ સેવાની કર્મભૂમિનાં પર વર્ષ પૂર્ણ થયે તેઓના મહાસંકલ્પ પરિપૂર્ણ કરવા તથા તેમના જીવન સંદેશ મૂઝે ભૂલ જાના, પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલનાને ચરિતાર્થ કરી બિહારનાં ભાગલપુર શહેર તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનો તા. ૧૫-૧૨-૧૯થી ત્રણ માસ માટે પ્રારંભ થઈ ગયો છે.

આ નેત્રયજ્ઞનો શુભારંભ ભારત સરકારનાં સ્વાસ્થય રાજ્યમંત્રી અશ્ર્વિનીકુમાર ચૌબેજીએ દિપપ્રાગટ્ય કરીને કરેલ હતો. આ પ્રસંગે ભાગલપુર શહેરનાં કલેક્ટર તથા નગરનિગમનાં પ્રમુખ તથા ભાગલપુર સિવિલ સર્જન વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું સ્વાગત સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણીએ કરેલ હતું.ભાગલપુરમાં ત્રણ માસ માટે આ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવેલ છે.અત્યાર સુધીમાં ૧૨૬૮ દર્દી ભગવાને દિવ્ય ગુરૂદ્રષ્ટિ મળેલ છે. હાલમાં પણ દર્દી ભગવાનનો અવિરત પ્રવાહ ચાલુ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.