અનુપમ ખેરને ફિલ્મ ઓફર થઇ ને તેમને સ્ક્રિપ્ટ ગમી એટલે તેઓ પોતે ફિલ્મના પ્રોડયુસર બની ગયા
  • કલાકારો:- અનુપમખેર, જીમ્મી શેરગીલ, સતીષ કૌશિક, સૌંદર્યા શર્મા, તાહા શાહ, હિમાંશ કોહલી
  • પ્રોડયુસર:- અનુપમ ખેર
  • ડાયરેકટર:- સાત્વીક મોહંતી
  • મ્યુઝિક:- સાજિદ-વાજિદ
  • ફિલ્મ ટાઇપ:- કોમેડી
  • ફિલ્મની અવધિ:- ૧ કલાક, ૩૮ મિનિટ
  • સિનેમા સૌજન્ય:- કોસ્મોપ્લેકસ, રેટિંગ પ માંથી અઢી સ્ટાર

ફિલ્મ વિશે:- અનુપમ ખેરને સ્ક્રિપ્ટ એટલી બધી ગમી કે તેમણે જ ફિલ્મ રાંચી ડાયરીઝ બનાવવાનો નિર્ણય કર્યો. આવતા ગુરુ- શુક્રવારે એટલે કે દીવાળી અને બેસતા વર્ષના દિવસે અનુક્રમે સિક્રેટ સુપરસ્ટાર અને ગોલમાલ અગેઇન જેવી ‘એ’ લીસ્ટેડ ફિલ્મો રીલીઝ થવાની છે. એટલે રાંચી ડાયરીઝને ઓપીનંગ કલેકશન ખુબ જ નબળું મળ્યું છે.

દીવાળીના તહેવારોની તૈયારીમાં પડેલા લોકો વીક એન્ડમાં પણ આ ફિલ્મ જુએ તેવા ચાન્સ ઓછા છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ નબળી છે. એટલે દર્શકોના દિલ સુધી પહોચતી નથી. હા, સતીષ કૌશિક અને અનુપમ ખેર ઓડીયન્સને કયાંક કયાંક હસાવવામાં કામિયાબ રહ્યા.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં મોટાભાગના નવોદિતો છે. મતલબ કે – દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવે તેવા કોઇ સ્ટાર્સ રાંચી ડાયરીઝમાં નથી પરિણામે માત્ર ૧ કલાકને ૩૮ મીનીટની ફિલ્મ પણ બોરીંગ લાગે છે. અમુક મલ્ટીપ્લેકસમાં તો પૂરતા દર્શકો ન મળવાના કારણે શો પણ કેન્સલ થયા હતા.

સ્ટોરી:- રાંચી ડાયરીઝની સ્ટોરી પૂર્વ ક્રિકેટ કપ્તાન માહી ઉર્ફે ધોનીનું હોમટાઉન રાંચી શહેરની એક કોડ ભરી ક્ધયાના સિંગર બનવાના સપના

આસપાસ ઘુમે છે. કહાનીમાં ટિવસ્ટ જરુર છે. પણ એ દર્શકોને બાંધી રાખવા માટે પૂરતા નથી. ફિલ્મમાં કોમેડી સાથે રોમાન્સ બેંક લુંટ, ભાગમભાગ વિગેરે મસાલો પણ છે.

એકિટંગ:- અનુપમ ખેર, જીમ્મી શેરગિલ અને સતીષ કૌશિક જેવા કસાયેલા કલાકારોની એકિંટગ તેમના પાત્રને અનુરુપ ઠીક છે. બાકી નવોદિત કલાકારો પ્રભાવિત કરી શકતા નથી. તેઓ ચિંઘ્યુ કામ કરી ગયા છે. ગુડિયા ની ભૂમિકામા સૌદર્યનું કામ જસ્ટ ઓ.કે.

ડાયરેકશન:- ફિલ્મ માય ફ્રેન્ડ પિન્ટોના આસિસ્ટન્ટ ડાયરેકટર સાત્વીક મોહંતીની સ્વતંત્ર ડાયરેકટર તરીકે આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મનું બજેટ ઓછું હોવાના કારણે તેમાં રાંચી સિવાયના લોકેશનો જોવા મળતા નથી. જો કે એવી દલીલ કરી શકાય છે ફિલ્મની સ્ટોરી જ રાંચી બેઇઝડ છે. માત્ર ૨૭ દિવસમાં જ ફિલ્મનું શુટીંગ પુરુ કરવામાં આવ્યું હતું. વળી, ફિલ્મનું પ્રમોશન પણ જોઇએ તેવું કરાયું નથી. મ્યુઝિક હીટ નથી

ઓવહોલ:- રાંચી ડાયરીઝ જોવાય તો ઓ.કે. ન જોવાય તો પણ ઓ.કે. કેમ કે બે જોવા જેવી ફિલ્મો સિક્રેટ સુપરસ્ટાર અને ગોલમાલ આગેઇન તમારા મનોરંજન માટે આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.