પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુના જીવન સંદેશ ‘મુજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના’ તથા ‘મરીજ મેરે ભગવાન હૈ’ ને ચરિતાર્થ કરી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્5િટ રાજકોટ દ્વારા દર્દી ભગવવાની અમૂલ્ય સેવા કરવામાં આવી રહી છે.ગત એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 76706 દર્દી ભગવાનના મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યા તથા 60000 દદી ભગવાનને શિયાળામાં ગરમ ધાબળાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાત ઉપરાંત બિહાર (બકસર)માં પણ નિ:શુલ્ક મોતિયાના ઓપરેશનની અવિરત સેવા
આ 76,706 દર્દી ભગવાનના સફળ મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવ્યા છે. તે ઓપરેશન કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવતાં તેઓ ખર્ચ રૂ. 10 થી 1પ હજાર થાય છે જે ઓપરેશન ફેકોમશીનથી સાથે સોફટફોલ્ડેબલ નેત્રમણી (લેન્સ) સાથે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્ટિપલ રાજકોટ દ્વારા તદ્દન વિનામૂલ્યે (મફત) કરવામાં આવે છે.આ નિ:શુલ્ક સેવાયજ્ઞમાં રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કોઇપણ ગરીબ, જરુરીયાતમંદ દર્દી પૈસા ના વાંકે આંધળો ન થઇ જાય એ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાંદર માસે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેવાડાના ગામડાસુધી પહોંચી, ગરીબ અને જરુરીયાત મંદ લોકોને મોતિયાના કેમ્પ લાવીને, તેઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.
નેત્રયજ્ઞની આ સેવા ગુજરાત ઉપરાંત ભારતમાં બિહાર (બકસર) માં પણ નિ:શુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા જેમાં બાળકોથી લઇને મોટા વૃઘ્ધ લોકોને દિવ્ય ગુરુદ્રષ્ટિ રૂપી આંખોની નવી રોશની મળી જેમાં દરેક દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા, નાસ્તો, દવા ટીપા, ચશ્મા, મીઠી બુંદી, શુઘ્ધ ઘીનો શીરો, એક ધાબળો તથા ભાડાના રૂ. 100 રોકડા આપવામાં આવ્યા છે. આગામી વર્ષ 2021-22 માં વધારેમાં વધારે દર્દી ભગવાનને ગુરુદ્રષ્ટિ રૂપી નવી આંખોની રોશની મળે એ સંસ્થાનો મુખ્ય ઉદ્ેશ્ય છે.