સાગર સંઘાણી

રોકાણના નામે છેતરપીંડીના કિસ્સાઓ રાજ્યમાં વધતા જાય છે ત્યારે જામનગરમાં વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપી મહિલા એજન્ટો મારફતે અનેક લોકો પાસેથી રોકાણના બહાને પૈસા ઉઘરાવી લીધા પછી લાપતા બન્યો હતો ત્યારે એકએક પ્રગટ થતાં સ્થાનિક રહેવાસી મહિલાઓએ એકત્ર થઈને સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં રજૂ કર્યો હતો.

શું હતો આ છેતરપીંડીનો મામલો ??

WhatsApp Image 2023 03 04 at 12.01.36

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના નવાગામ વિસ્તારની છે જ્યાં દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ મહિલા એજન્ટો મારફતે અનેક લોકો પાસેથી રોકાણના બહાને પૈસા ઉઘરાવ્યા’તા. જામનગર શહેર- ખંભાળિયા- રાજકોટ સહિતના અનેક લોકોને સીસામાં ઉતારી દોઢેક કરોડનું ફુલેકું ફેરવ્યા બાદ તે લાપતા બન્યો હતો જેને લઈને ગઈકાલે રાત્રે સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.

આરોપી દિનેશે પોલીસ પાસે કબુલ્યું હતું કે તે રોકાણના બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફુચક્કર થઈ ગયો હતો.  નવા નાગના ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ, કે જેઓના જણાવ્યા અનુસાર દિનેશ રાઠોડ મહિલા એજન્ટો મારફતે રોકાણના નામે પૈસા ઉઘરાવતો હતો.

WhatsApp Image 2023 03 04 at 12.01.38

તેણે એસ.ટી. ડેપો સામે ઓફિસ ખોલી હતી, અને રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું, અને એજન્ટોની નિમણૂક કરીને જામનગર, રાજકોટ, ખંભાળિયાના અનેક લોકોને રોકાણના બહાને ઠગ્યા હતા અંદાજે દોઢેક કરોડ રૂપિયા ઉઘરાવીને પોતે લાપતા બની ગયો હતો. દરમિયાન નાગના ગામની સ્થાનિક મહિલાઓએ તેને શોધી કાઢી સીટી બી. ડીવિઝન પોલીસમાં સુપ્રત કરી લીધો હતો.

WhatsApp Image 2023 03 04 at 12.01.45

સિટી બી. ડિવિઝનના પી.આઈ. એચ.પી. ઝાલા તેમજ ડી.સ્ટાફ ના પી.એસ.આઇ વાઢેર, તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા દિનેશ રાઠોડની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તેની સામે અગાઉ સીટી એ ડિવિઝન પોલીસમાં ચીટીંગ અંગેની અરજી પણ કરાઈ છે. જે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.