બન્નેની અજબ પ્રેમ કી ગજબ કહાની અને રાજનીતિ બાદ ફરીથી ‘જગ્ગા જાસુસ’ ૧૪ જુલાઈએ રીલીઝ થશે
આ અઠવાડિયાના પ્રારંભમાં કેટરિના કૈફ દ્વારા પડદા પાછળનો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણે શેર કર્યું હતું કે, જયારે તેની ફિલ્મ જગ્ગા જાસુસના ફિલ્માંકન વખતે તેના સહ અભિનેતા રણબીર સાથે ‘ઉલ્લુ કા પઠ્ઠા’ ગીત પર ડાન્સ કરી રહી હતી. ત્યારે હળવો ઝટકો લાગતા પડી હતી ત્યારે રણબીર કપુરે તેને પકડીને બચાવી હતી.
આ વિડીયોમાં તે જણાવી રહી હતી કે હું શકય તેટલું ધીમેકથી નીચે પડુ છું.જેથી જગ્ગા મને ઉંચકી શકે કયારેક તમારે તમારી જાત પર ક્ધટ્રોલ મેળવવો જોઈએ. જેથી બીજો વ્યકિત સારી રીતે ચમકે અને હવે તેની આ કોમેન્ટને રણવીરે ખરેખર પ્રતિસાદ આપ્યો હતો. રણવીરે પણ એક વિડીયો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર જવાબ મોકલ્યો હતો.
હું શુટીંગમાં વ્યસ્ત છું મારા કામમાં કાર્યરત છું અને અચાનક જ મેં આ ‘જગ્ગા જાસુસ’નો વિડીયો જોયો. વાહ તું મને ચમકાવવામાં મદદ કરી રહી છો. તો આ તારા માટે છે કેટરીના ચેક કરજે રણબીરે ત્યાં તેનું આગામી ગીત ‘ગલતી સે મીસ્ટેક’ શેર કર્યું હતું.
ત્યારબાદ કેટરીનાએ ‘જગ્ગા જાસુસ’ની વાતો કહી હતી કે જેમાં કેટરીના શ‚ કરે છે અને રણબીર પુરુ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન રણબીરની બરફીના જ દિગ્દર્શક અનુરાગ બાસુએ કર્યું છે. આ બન્ને રણબીર અને કેટરીના અજબ પ્રેમ કી ગજબ કહાની અને રાજનીતિના કો-સ્ટાર્સ રહી ચુકયા છે.
જગ્ગા જાસુસએ આગામી ૧૪ જુલાઈએ રીલીઝ થશે. આ ફિલ્મના બીજી અભિનેત્રી સાયાની ગુપ્તા હશે.
રણબીર કપુર હાલ સંજય દતની બાયોપીકના શુટીંગમાં વ્યસ્ત છે. જયારે કેટરિના સલમાન ખાન સાથે ‘ટાઈગર ઝીંદા હૈ’ના શુટીંગમાં વ્યસ્ત છે. જે સલમાનની ૨૦૧૨માં રીલીઝ થયેલી ફિલ્મની સિકવલ છે.