બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ પહેલા બે કલાકનો એક ’પ્રીલ્યૂડ’ની મેજબાની કરશે. આ જશ્નમાં સલમાન ખાન, જેકલીન કર્નાન્ડીઝ, કરીના કપૂર અને સોનમ કપૂર સામેલ થશે.
આ સમારોહને ’ક્રિકેટ ફાઈનલ્સ પાર્ટી તો બનતી હૈ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ આઈપીએલ ૨૦૧૮ ફાઈનલ મેચ રમાશે. આ પ્રસારણ ૨૭મેના દિવસે સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર થશે. ચેનલે એક નિવેદન જાહેર કરીને આની જાણકારી આપી છે.
આઈપીએલના પ્રશંસકોએ અત્યાર સુધી હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગૂ અને કન્નડમાં થયેલ લીગ મેચોના પ્રસારણનું આનંદ લીધું છે. ભારતમાં વધુમાં વધુ પ્રશંસકો સુધી પહોંચવા માટે સ્ટાર પ્રવાહ અને એશિયાનેટ મૂવિઝ ચેનલો પણ ક્રમશ: મરાઠી અને મલયાલમમાં આઈપીએલની મેચનું પ્રસારણ કરશે, જે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત થશે.તે ઉપરાંત, ટેલિવિજન, અભિનેતા રવિ દુબે, ગૌરવ સરીન, આકૃતિ શર્મા અને દેશના દુગદ પણ ફિનાલેની શોભા વધારશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com