રિસામણે રહેલી પત્ની  સાથે રોકાયા બાદ પુત્રની રસોઈ બાબતે ચિંતા કરી પરત ફરતા મોત મળ્યું

પોરબંદર જિલ્લાના રાણાવાવ  ખાતે  ઘર કામ  બાબતે થયેલા ઝઘડાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા જેમા ઉશ્કેરાયેલા કળયુગી કપુતે ધોકા વડે માતાને ફટકારતા મરણ જતા જેમાં મૃતક  પુત્રવધુની ફરિયાદ પરથક્ષ હત્યારા સામે ખૂનની કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરી   ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ રાણાવાવ ગામે સ્ટેશનપ્લોટ વિસ્તારમાં આવળ માતાજીના મંદિર પાસે રહેતા લક્ષ્મીબેન ગાંગાભાઇ વાડોલિયા (ઉ.વ.70) નામની વૃધ્ધા પર તેના પુત્ર રાજુએ લાકડા ના ધોકા વડે હુમલો કરતા તેઓનું જામનગર ખાતે સારવાર દરમ્યાન મોત થયું છે આ મામલે હત્યારા રાજુ ની પત્ની મંજુબેને જ ફરીયાદી બની પતિ સામે સાસુની હત્યા કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેને સંતાન માં બે પુત્ર તથા બે પુત્રીઓ છે. લગ્નજીવનના અમુક વર્ષ પતિએ સારી રીતે રાખ્યા બાદ તે પોતાને તથા બાળકોને ખુબ જ પરેશાન કરતો હોવાથી કંટાળી જઈ બાળકોને લઇ બારેક વર્ષથી આદીત્યાણા ગામે પિતાના ઘરની બાજુમા રહે છે પતિ રાજુ તથા સાસુ લક્ષ્મીબેન બન્ને મા-દીકરો એકલા સ્ટેશન પ્લોટમાં રહેતા હતા.

પોતે બાળકોને લઇને સાસુના ખબરઅંતર પુછવા જતા ત્યારે સાસુ રાજુ તેની સાથે ખુબજ ઝઘડો કરતો હોવાનું અને પરેશાન કરતા હોવાનું જણાવતા હતા. ગઈકાલે મંજુબેન પોરબંદર મચ્છીના કારખાનામા મજુરી કામે ગયા હતા ત્યારે તેઓને જાણ થઇ હતી કે સાસુ લક્ષ્મીબેનને પતિ રાજુએ માથામાં કઈક મારી દેતા જામનગર સરકારી હોસ્પીટલમા દાખલ છે આથી તેઓ પોતાના ભાઈ સહિત સાથે તુરંત જામનગર દોડી ગયા હતા જ્યાં પતિ રાજુ હાજર હતો તેત્રે મંજુબેનને જણાવ્યું હતું કે,બપોરના બે  વાગ્યાના સમયે લક્ષ્મીબેન ઘરકામ કરવા બાબતે તેને જેમ તેમ બોલતાં હતા, જેથી ગુસ્સો લાકડાના ધોકાથી તેના માથામાં તથા બન્ને હાથમાં ઘા મારી દેતા લક્ષ્મીબેનને માંથામાથી લોહી નીકળવા લાગતા પ્રથમ પોરબંદર સરકારી હોસ્પીટલે અને બાદમાં વધુ સારવાર અર્થે જામનગર લઇ ગયો હતો જ્યાં સારવાર દરમ્યાન રાત્રે નવેક વાગ્યે લક્ષ્મીબેનનું મોત થયું હતું રાજુની જામનગર પોલીસે અટકાયત કરી છે.

ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમા ત્રણ માસ પૂર્વે માતા સાથે થયેલી  બોલાચાલી બાદ માતા રિસામણે રહેતી પત્ની સાથે રહેતી હતી પરંતુ પુત્ર એકલો હોવાથી તેની રસોઈની ચિંતા કરી  પોતે પુત્ર સાથે  પરત  આવ્યા બાદ ફરી પુત્રે પોત પ્રકાશી જનેતાને  મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.