અબતક ચેનલ અને સોશિયલ મીડિયામાં હજારો લોકોએ લાઇવ કાર્યક્રમ નિહાળ્યો
આપણે પરિવારમાં જન્મ દિવસ હોય તો કેવો જલ્વોને આનંદ-ઉત્સાહ હોય છે, પણ વિચારો કે જેનું કોઇ ન હોય અને એકલા રહેતા નિરાધાર હોય તેનો સૌ સાથે મળીને બર્થ ડે ઉજવાય ત્યારે ધરતી પર સ્વર્ગ ખડું થઇ જાય છે. આવા જ દ્રશ્યો સદ્ભાવના વૃધ્ધાશ્રમ ખાતે જોવા મળેલ હતા. આ સમગ્ર સેલિબ્રેશનનું ‘અબતક’ દ્વારા લાઇવ પ્રસારણ કરતાં વૈશ્ર્વિકસ્તરે હજારો લોકોએ નિહાળ્યું હતું.
પવિત્ર રમઝાન માસમાં ‘રમઝાનભાઇ’નો 55મો જન્મ દિવસ અવસર વૃધ્ધાશ્રમનાં 120 વડિલોએ સાથે મળીને ઉજવ્યો ત્યારે સૌની આંખ ભીની થઇ હતી. ‘અબતક’ સાથેની વાતચીતમાં રમઝાનભાઇએ જણાવ્યું કે હું છેલ્લા એક વર્ષથી અહિં આવ્યો છું. મારા પરિવારમાં કોઇ ન હોવાથી મારો બર્થ ડે ક્યારેય ઉજવતો ન હતો. આ વખતે સૌ પરિવારો અહિં ઉજવ્યો ત્યારે મને ઘણો આનંદ થયો છે.
વૃધ્ધાશ્રમનાં સંચાલક ધિરેન્દ્ર કાનાબારે સંસ્થાની પ્રવૃત્તિનો ખ્યાલ આવ્યો હતો તો મુખ્ય સંચાલિકા ખુશીબેન પટેલે મોટી ઊંમરના વૃધ્ધોની શ્રેષ્ઠ સંભાળની વાત કરી હતી. જન્મદિવસ અવસરે ભજન, ધૂન, ફિલ્મી ગીતો સાથે ડાન્સ પાર્ટી પણ વૃધ્ધાશ્રમના સર્વો સભ્યોએ કરી હતી. બધાએ હેપી બર્થ ડેના સુંદર ગીતો વડે કેક કાપીને મોં મીઠા કરાવ્યા હતા. આશ્રમવતી નવી કપડાંની જોડ રમઝાનભાઇને આપી હતી.
સુંદર કાર્યક્રમમાં વૃધ્ધાશ્રમનાં વૃધ્ધોએ પ્રતિભાવ પણ આપ્યા હતા. પરિવારજનો પોતાના બાળકો સાથે આશ્રમ મુલાકાતે આવીને વડીલોને માન આપો અને તેનું ધ્યાન રાખો તેવા ગુણો સંતાનોમાં વિકસાવે છે. સર્વોએ ‘અબતક’ ચેનલના આ લાઇવ કાર્યક્રમની સરાહના કરી હતી.