ઈબાદતનો મહિનો ગણાતા રમઝાન માસમાં કુરાને શરીફનું અવતરણ થયું હતું
હાલ સમગ્ર વિશ્વમાં વસતા મુસ્લિમ સમાજનાં લોકો દ્વારા રમઝાન માસ મનાવવામાં આવે છે. આ મહિનો મુસ્લિમ સમાજ માટે પાક મહિનો પણ મનાઈ છે ત્યારે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજનાં લોકો કેવી તકેદારી રાખે છે અને મહિનો કેવી રીતે રહે છે તે એક મહત્વનો મુદો અને જાણવા માટે જરૂરી બન્યો છે. મુસ્લિમ સમાજ સિવાયનાં લોકો પણ રોઝા રહેતા હોય છે. ધાર્મિક લાગણીની સાથોસાથ વૈજ્ઞાનિક કારણોથી પણ રમઝાન માસ મુસ્લિમ સમાજનાં બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે.
રમઝાન સમય દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા જે ઉપવાસ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે તેઓ અલ્લાહની ઈબાદત માટે તમામ ચીજ-વસ્તુઓ એટલે કે ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરતા હોય છે અને નિ:સ્વાર્થભાવે ખુદાની બંદગી કરી રમઝાન માસ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ ખુદાની બંદગી કરવા માટે નમાઝ પણ અદા કરતા હોય છે. આ સમય દરમિયાન તેઓ કોઈપણ ભૌતિક ચીજ-વસ્તુઓ માટે કાર્ય કરતા નથી. મુસ્લિમ સમાજમાં ઉપવાસનું એક અલગ જ મહત્વ છે જેનાથી લોકોમાં પોતાના પર અંકુશ રાખવા માટે અને આઘ્યાત્મિકતાનો પોતાનામાં સંચય થાય તે માટે રમઝાન માસ મુસ્લિમ સમાજનાં લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ રહે છે.
રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજનાં લોકો અન્ય લોકો એટલે કે ગરીબ લોકોનાં સેવા અર્થે નિ:શુલ્ક જમવાની પણ વ્યવસ્થા રાખતા હોય છે. આ ૩૦ દિવસ સુધી તેઓ કોઈપણ પ્રકારની પ્રવાહી નિયત સમય દરમિયાન લઈ અન્ય સમય કે જેઓનો રોઝાનો સમય માનવામાં આવે છે તેમાં તેઓ તેનું સેવન નથી કરતા હોતા. સાથો સાથ કોઈપણ પ્રકારનાં વ્યસન જો કોઈ મુસ્લિમ સમાજનાં લોકોને હોય.
તો તે ૩૦ દિવસ સુધી તેનાથી દુર રહે છે. રમઝાન માસ દરમિયાન વહેલી સવારનાં કુરાને શરીફમાં નિયત કરેલા સમય દરમિયાન તેઓ ભોજનનું સેવન કરે છે જેમાં શાકભાજી, ફળ, ચા, દહીં જેવી ચીજ-વસ્તુઓનું તેઓ સેવન કરતા હોય છે. દર દિવસની સમી સાંજના રોજ મોહમંદ પૈગમ્બર દ્વારા સુચવવામાં આવેલા ઉપવાસ તોડવાની રીતથી તેઓ પોતાનું રોઝુ ખોલે છે જેમાં તેઓ પાણીનું સેવન કરે છે તે પૂર્વ સંઘ્યાની નમાઝ અદા કર્યા બાદ તેઓ પોતાનાં રોઝા તોડે છે.
વધુમાં વાત કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓ, હરવા-ફરવા ગયેલી મહિલાઓ અથવા પરીવારજનો રમઝાન માસ દરમિયાન રાખવામાં આવતા રોઝાથી તેઓ બકાત રહી શકે છે. જયારે કોઈ મુસ્લિમ મહિલાઓ કોઈપણ ખેલમાં ભાગ લેતી હોય અને તેઓ જયારે અન્ય સ્થળ પર જઈ પોતાનું કાર્ય કરે તે પણ રમઝાનમાં આવતા રોઝાથી તે દુર રહી શકે છે. મુસ્લિમ શાસિત દેશોની જો વાત કરવામાં આવે તો રમઝાન માસ દરમિયાન તેમનાં દ્વારા જો કોઈપણ પ્રકારનું નશીલા પદાર્થનું સેવન કરતા નજરે આવે તો તેઓને દંડ ફટકારવામાં આવે છે. સાઉદી અરેબીયાની જો વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન તેઓ તેમની રેસ્ટોરન્ટ પણ બંધ રાખતા હોય છે.
વધુમાં રમઝાન માસની શ‚આતથી જ તેઓ રમઝાન મુબારક અને રમઝાનની શુભેચ્છાઓ મુસ્લિમ સમાજનાં લોકો એકબીજાના પરીવારને પાઠવતા હોય છે. હિન્દુ સંપ્રદાયમાં જે રીતે ધાર્મિક પ્રવચનો એટલે કે ધાર્મિક કથાઓ જે કરવામાં આવતી હોય તેવી જ રીતે રમઝાન માસ દરમિયાન તેઓ મજલીશ પણ ફરમાવતા હોય છે. ૩૦ દિવસ બાદ રમઝાન ફરમાવતા મુસ્લિમ સમાજનાં બિરાદરીઓ ઈદુલ ફિતરની હર્ષોલ્લાસભેર ઉજવણીકરી અલ્લાહ પાકને પોતાની બંદગી ફરમાવતા હોય છે અને તેમના પરીવાર પર રહેમ વરસાવે તેવી ઈબાદત પણ તેમના દ્વારા કરવામાં આવે છે.