પૂર્વ સીએમ વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિતના અધિકારીઓ હાજર
પ્રવાસન માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને એક નવા નજરાણાની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે જેમાં આજે રાજકોટના ભાગોળે 47 એકર જગ્યામાં 18 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રામવનનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરાયું છે.
આ પ્રસંગે પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત રાજકોટ ભાજપના નેતાઑ, મનપા અધિકારીઑ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જન્માષ્ટમી નિમિતે રામવનમાં તા.17 થી 28 ઓગષ્ટ સુધી નિઃશૂલ્ક પ્રવેશ અપવામાં આવશે.
રામવનનો ગેઈટ ધનુષ આકારમાં બનાવામાં આવ્યો છે.રામવન ગેઇટ ભગવાન રામ,સીતા અને લક્ષ્મણની આકૃતિ મુકવામાં આવી છે.રામવનમાં 30 ફૂટની ભગવાન શ્રી રામની પ્રતિમા મુકવામાં આવી છે આ ઉપરાંત હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા પણ મુકવામાં આવી છે. રૂ.13 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે ,રૂ.1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. તેમજ 55 પ્રજાતિના 60000 જેટલા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે.
ભગવાન શ્રી રામના જીવન પ્રતિકૃતિમાં રામ અને હનુમાન મિલન, રામ અને જાંબુવત મિલન,શબરી બાઈ મિલનની મૂર્તિઓ મુકવામાં આવી છે.આ સિવાય મુલાકાતીઓને અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.બાળકો માટે હીંચકા,લપસીયા,ચકેડી જેવા મનોરંજક સાધનો પણ મુકવામાં આવ્યા છે.