આજે અમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી થઈ હતી. જોકે, રામસિંગ પરમાર બિનહરીફ જાહેર થયા હતા. વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ હાઇકોર્ટના આદેશ બાદ જાહેર થશે.
અમુલ ડેરીની નિયામક મંડળની ચુટણીનુ પરિણામ ગત ૩૧ ઓગસ્ટના રોજ જાહેર થયેલુ પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચુંટણીમાં સરકાર તરફથી ૩ પ્રતિનિધી નિમવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદને હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો કોર્ટ વચ્ચ ગાળાનો માર્ગ કાઢી આજ રોજ ચુટણી પ્રક્રિયા યોજવા હુકમ કર્યો હતો જેને લઇ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામા આવી હતી. આજની ચુંટણીમા ચેરેમેન પદ માટે માત્ર રામસિંગ પરમારે જ ઉમેદવારી નોધાવી હતી, જેથી તેઓ અમુલના નવા ચેરેમેન તરીકે બીનહરીફ જાહેર થઇ ચુક્યા છે સામે વાઇસ ચેરમેન માટે બે ફોર્મભરાયા હતા જેને લઇ મતદાન કરવામા આવ્યુ હતું. પરિણામ આગામી ૨૪ નવેમ્બર ના રોજ કોર્ટમા સુનાવણી થયા બાદ જાહેર કરવામા આવશે હાલ પ્રાંત અધિકારી દ્વારા તમામ પેટીઓ સુરક્ષીત જગ્યાએ મુકવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી આજની વાઇસ ચેરમેન તરીકેની ઉમદવાર રાજેન્દ્રસિંહ પરમારે પોતાના ૯ ડેરેકટરોએ પોતાના તરફી મત આપેલ હોય જેથી તેઓની જીત થશે તેવો દાવો કર્યો હતો.
નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે આદેશ કર્યો હતો કે સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ પ્રતિનિધિઓના મત પણ અલગ સીલબંધ કવરમાં રાખવામાં આવે.. અને ચૂંટણીના પરિણામો હાઇકોર્ટના આદેશને આધિન રહેશે. કોર્ટે આ અંગે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી ૨૪મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. અમૂલ ડેરીના કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો કાંતિભાઇ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર અને સંજયભાઇ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી અમૂલના નિયામક મંડળમાં સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ ડિરેક્ટરની નિમણૂકને પડકારી હતી.