૧૪માં રાષ્ટ્રપતિ પદે રામનાથ કોવિંદે શપથગ્રહણ કર્યા: પ્રણવદાની વિધિવત વિદાય
રામનાથ કોવિંદ આજે મંગળવારે ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. સવારે તેઓ રાષ્ટ્રપતિ નિવાસ ગયા હતા ત્યાંથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે શાહી બગીમાંસંસદ પહોચ્યા હતા.
સેન્ટ્રલ હોલમાં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસે તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવિંદે મીરાકુમારને હરાવીને જીત હાંસલ કરી છે.
“રામ રાષ્ટ્રપતિ ભવનમાં “શાહી સવારીમાં પહોચ્ય છે! આજજે બપોરે તેમને ચીફ જસ્ટિસ જે.એસ. શેખરે શપથ ગ્રહણ કરાવ્યા હતા.
પરંપરાગત બગીમાં નવા રાષ્ટ્રપતિએ ‘શાહી સવારી’ માણી હતી. તેઓ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ સુધી આ બગીમાં ગયા હતા.
આમ તો ૧૯૮૪માં આ બગીને નિવૃત કરી દેવામાં આવેલી પરંતુ પ્રણવદા રાષ્ટ્રપતિ બનતા તેમણે ૨૦૧૪માં ફરી ‘શાહી સવારી’ની સીસ્ટમ શ‚ કરાવી હતી. જે આજે નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વખતે પણ જારી રાખવામાં આવી છે.
આ બગી વિકટોરીયા યુગની શાહી બગી છે. રાષ્ટ્રપતિ પદે શપથ લીધા પછી રામનાથ કોવિંદે સંસદને સંબોધન કર્યું હતુ.
વિદાયમાન થયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાદગીમાં માને છે. તેમણે અગાઉના રાષ્ટ્રપતિ ઉપયોગ કરતા તેવી કાર માટે મનાઈ ફરમાવી હતી. તેમનો હેતુ ઈંધણ બચાવનો હતો.
રાષ્ટ્રપતિ માટે તૈનાત મર્સિડીસ કારને બદલે તેઓ ‘ઓર્ડિનરી’ કારના હિમાયતી હતા. તેઓ ટોયોટા કેમરીમાં આવાગમન કરતા.
શપથ ગ્રહણ સમારોહ વેળાએ રામનાથ કોવિંદ સાથે પ્રણવ મુખરજી, ચીફ જસ્ટીસ શેખર, સ્પીકર સુમિત્રા મહાજન, ઉપ રાષ્ટ્રપતિ હામીદ અંસારી વિગેરે હતા.
આજે પ્રણવ મુખરજીની રાષ્ટ્રપતિ પદેથી વિધિવત્ વિદાય અને દેશના નવા રાષ્ટ્રપતિ પદે રામનાથ કોવિંદ વિધિવત આ‚ઢ થઈ ચૂકયા છે.
આ પહેલા પ્રણવદાના માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિનરનું આયોજન કર્યું હતુ. પ્રણવ મુખરજીને વડાપ્રધાન મોદીએ ‘પિતાતુલ્ય’ ગણાવ્યા હતા. પ્રણવદા જયારે મોદીને મળતા ત્યારે તેમને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપતા.રાષ્ટ્રપતિ તરીકેનો પ્રણવદાનો ૫ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે.