કેરી, કેળા, ચિકુ અને પપૈયા હાનિકારક કેમિકલથી પકવાય છે: ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રજૂઆત
ઉપલેટામાં અખાદ્ય ફુટનું ખુલ્લેઆમ વેંચાણ કરી પ્રજાના જન આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદરમાંથી કયારે ઉઠશે તેવો સવાલ પ્રજામાં પુછાઈ રહ્યો છે.
હાલ ઉનાળાની સીઝનમાં મોટાભાગના દવાખાનામાં ઝાડા-ઉલ્ટી, ઝાળા, મોમાં ચાંદાપડી જવા જેવા રોગોના દર્દીઓ મોટાપ્રમાણમાં જોવા મળીરહ્યા છે.ત્યારે આવા રોગની પાછળનું કારણ શહેરમાં વેંચાતી અખાધ્ય પદાર્થો કારણભૂત હોવાનું મનાય છે.
શહેરના મુખ્ય માર્ગ ઉપર ફુગ ચડી ગયેલા કેળાનું વેચાણ ખુૂલ્લેઆમ થઈરહ્યું છે. ત્યારે આવા અખાધ્યો ફુટો મોટામોટા વખારમાં પકાવતી વખતે બગળી જતો હોય છે. બીજુ કારણ ફૂટને પકવવા માટે કાર્બન એસીડની ગરમી આપવી પડતી હોય છે. આને કારણે ફુટ બે દિવસમાંજ પાકી જાય છે.પણ વાસ્તવિકતા અંદર જુદી જ હોય છ.. આવા કેમીકલ્સથી પકાવેલા ફુટો ખાવાથી મોઢા આવી જતા ઝાલા, ઉલ્ટી જેવા રોગોમાં લોકો સપડાઈ જાય છે. શહેરમાં ગાંધીચોકમાં આવેલ ફુલારા વાળી દુકાનોમાં સિધ્ધી માર્કેટની પાછળના ભાગમાં ભાદર રોડ ઉપર, નટવર રોડ ઉપર અને બડાબજરંગ રોડ ઉપર આવેલ ફુટની વખારોમાં જો આરોગ્ય વિભાગ અને સ્થાનીક તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો હજારો મણ ફૂટ અખાધ્ય ઝડપાઈ જાય તેમ છે પણ આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
જેના શીરે પ્રજાના આરોગ્યની જવાબદારી છે. તેવું રાજકોટ ફુૂડ એન્ડ ટ્રર્ગ્સ વિભાગ પણ વર્ષે એક વખત આવી પોતાની ઉઘરાણી કરી જતુ રહે છે. જયારે વાળ જ ચીભડા ગળે ત્યારે કોને કહેવું તેવો ઘાટ આજે શહેરની જનતા ઉપર ઘડાઈ રહ્યો છે. શહેરમાં દરરોજ હજારો મણ કાચા કેળા અને હજારો મોઢે કેરી કાચીના બોકસ શહેરમાં આવી રહ્યા છે તે માત્ર બે જ દિવસમાં પકાવીને પ્રજાને વેચાણ કરતા શખ્સો કે વેપારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આવા અખાર્ધ્ય ફુટનું શહેરમાં સંપૂર્ણ વેચાણ બંધ કરાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ એક પત્ર ગાંધીનગર, રાજકોટ વિભાગને તેમજ સ્થાનીક તંત્રને મોકલી પ્રજાના જન આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી છે.