ગાંધીધામમાં રામ જન્મોત્સવ નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જન્મોત્સવ રામનવમીની રથયાત્રા ને ભવ્ય થી અતિ ભવ્ય રથયાત્રા બનાવવા અને રામનવમી ના આયોજન ને સફળ બનાવવા સર્વ સનાતન હિન્દુ સમાજ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સંતો મહંતો સર્વે સમાજ, સંગઠન અને સંસ્થા ના પ્રમુખો,આગેવાનો સાથે સનાતન રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
તારીખ 6 એપ્રિલના ભઞવાન શ્રી રામ ના જન્મોત્સવ એટલે રામનવમી ની રથયાત્રા આશાપુરા મંદિર ભારત નગર થી પ્રારંભ થશે ત્યારબાદ લીલા નારણેશ્વર મહાદેવ મંદિર થી થઈને બજારમાં નગરયાત્રા કરીને લીલાશાહ નારણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને આ રથયાત્રા માં વિવિધ 60 થી વધુ સમાજ સંસ્થા અને સંગઠનોની ઝાંખીઓ અને પાંચ ધર્મરથો, ભારત સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ દિલ્હી થી મનોજભાઈ રયા દ્વારા 35 કલાકારોની ટીમ દેવો અધોરીઓ બાહુબલી હનુમાન બાહુબલી શિવા બાહુબલી નંદી સવારી સાથે એકઆવન ઢોલ. એક બહેનો દીકરીઓ માટે અને બે ભાઈઓ માટે એમ ત્રણ ડી જે. વિવિધ પ્રતિમા વાળા ત્રણ અશ્વ, તલવાર બાજી, લઠબાજી, આત્મ રક્ષણ, ગરબા, આતિશ બાજી સાથે ભવ્ય રથયાત્રા નઞરમાં નીકળશે અને ગાંધીધામ ને દુલ્હનની જેમ સજાવવામાં આવશે 21 દિવસ માટે ગાંધીધામની મુખ્ય બજારોને સનાતન શ્રીરામ સંગઠન અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને .સિંધી સમાજ જુલેલાલ મંદિર .જૈન સોશિયલ ગ્રુપ .ના સંયોગથી લાઇટિંગ કરવામાં આવશે સાથે અલગ અલગ ગ્રુપો દ્વારા યાત્રાના રૂટમાં પાણી શરબત નાસ્તા જેવા સ્ટોલો રાખવામાં આવશે એવું આયોજક ટીમ ના રાજભા ગઢવીએ જણાવ્યું હતું
મિટિંગમાં પધારેલા સંતો મહંતો સર્વે સમાજના પ્રમુખો અને આગેવાનોનો મિટિંગમાં પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ નગરજનોને મોટી સંખ્યામાં રથયાત્રા માં જોડાવા અને ભવ્ય રથયાત્રા નિહાળવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી