ત્રીજા સોમવારે ષોડષોપચાર પૂજન અને આરતી; રાસની રમઝટ અને બેન્ડની સુરાવલી સાથે રંગેચંગે નીકળ્યું રામનાથ મહાદેવનું ફૂલેકુ
રાજકોટની આજી નદીના કાંઠે સ્વયંભૂ તરીકે પ્રગટ થયેલા અને રામનાથ મહાદેવ તરીકે વિખ્યાત થયેલ રામનાથ મહાદેવની ૯૬મી વરણાંગી રંગેચંગે નીકળી હતી ત્યારે મહાદેવનું ષોડષોપચાર પૂજન આરતી થઈ હતી અને રાસની રમઝટ બેન્ડ સુરાવલી સાથે રંગે ચંગે શહેરના રાજમાર્ગો જેવા કે રામનાથપરા મેઈનરોડ, સોનીબજાર, કંસારાબજાર, પરાબજાર, સાંગણવાચોક, કરણપરા થઈને રામનાથ મંદિરે પરત ફરી હતી આમ રાજકોટની પ્રજાને દર્શન આપવા નીકળી હતી.
રામનાથ મહાદેવના પુજારીએ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યોજાયેલ વરણાગી વિશે જણાવ્યું કે રામનાથ દાદાની વરર્ણાંગી ૯૬મી વરણાંગી છે. આ કાર્યક્રમમાં માંધાતાસિંહ પધાર્યા હતા. આ રામનાથ દાદાની પાલખી તેઓના હાથે નીકળી હતી અને વર્ષો જુનો ઈતિહાસ છે. પુર્વજો વખતે મચ્છીનો રોગ હતો એટલે અને મટાડવા માટે દાદાને પાલખીએ બેસાડીને આ યાત્રા નીકળેલી આયાત્રા સોનીબજાર, કંસારાબજાર, રામનાથપરા મેઈન રોડ, પરાબજાર, સાંગણવા ચોક, કરણપરા થઈને રમાનાથ પાછો ફરી હતી.
માંધાતાસિંહએ જણાવ્યું કે પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવની ભકિતમાં લીન થવાનો પૂજા અર્ચના, ભકિત કરવાનો આ મહિનો છે અને રામનાથ મહાદેવ માટે એમ કહેવાય છે કે રાજકોટ રાજયના ગ્રામ દેવતા છે. મહાદેવ એ દેવોના દેવ છે. પરંતુ રાજકોટના તો તે ગ્રામ દેવતા છે. એવું કહેવાય છેકે લાખાજીરાજ બાપુ પણ અહી પૂજા કરવા માટે આવતા હતા અમારા પુર્વજો પણ પધારતા હતા અને જે કાંઠે રાજકોટ રાજય વસ્યુ એ આજી નદીના કાંઠે જયારે પૂર આવ્યા છે. ત્યારે અમારા પૂર્વજોએ બીડુની અંજલી અર્પીને સાંત કર્યા છે. એ પણ દાખલા છે. લાખાજીરાજના સમયકાળ મુજબ ૧૯૨૪-૨૫માં પ્લેગ નો રોગ ફેલાયો હતો ત્યારે રાજકોટના શહેરીજનોએ રામપાથ દાદાને ત્યાં પૂજા અર્ચના કરી ને વિનંતી કરી ત્યારબાદ પ્લેગ રાજકોટ શહેરમાં કયારેય નથી આવ્યો રાજકોટના ઉત્પર્ષ અને વિકાસ માટે ગ્રામ દેવતાનું પ્રથમ પૂજન કરી બીજા સંકલ્પો લેતા હોય ત્યારે ભકતજનોના મનમાં રામનાથ મહાદેવ હંમેશા વસેલા હોય છે. એમને ષાંષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ અને મહાદેવના આર્શીવાદ સૌને મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.