રાત્રે ૮ વાગ્યે કિશોરસિંહજી સ્કુલથી શ‚ કરીને વાજતે ગાજતે રામનાથ મંદિરે પહોચી પાંચ ધ્વજા ચડાવાશે
રાજકોટના રામનાથપરામાં સ્વયંભૂ રામનાથ મહાદેવ આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી બીરાજે છે. શ્રાવણમાસ દરમ્યાન લાખો ભાવિકો દાદાના દર્શન કરી મન પવિત્ર કરી આત્માનું કલ્યાણ કરે છે. રામનાથ મહાદેવ ધ્વજા રોહણ સમિતિ દ્વારા સતત દશ વર્ષ થયા વાજતે ગાજતે રામનાથ મહાદેવને ધ્વજા રોહણ કરવામાં આવે છે. જેની શ‚આત દશ વર્ષ પૂર્વે ભાઈ સ્વ. બકુલભાઈ વોરાએ શ‚આત કરેલ હતી આ વર્ષે પણ તા.૩૧ સોમવારના રોજ રાત્રે આઠ કલાકે ધ્વજા રોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કુલથી વાજતે ગાજતે ધ્વજા યાત્રા રાખવામાં આવી છે. ‘અબતક’ની મુલાકાતે આવી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા વિગતવર જણાવવામાં આવ્યું હતુ.
સામાજીક સમરસતાના માધ્યમ સાથે દલીત સમાજ તથા વાલ્મીકી સમાજના બહેનો દ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શ‚આત કરે છે. યાત્રાની અંદર અંદાજે એકાવન કરતા વધારે સામાજીક સંસ્થાઓ તથા રામનાથ પરાના દરેક રહેવાસી આ યાત્રામાં જોડાઈને યાત્રા એકદમ શિસ્ત સાથે નીકળે છે. હિન્દુ સંસ્કૃતિનું ચિહ્ન ભગવા ધ્વજની આગેવાનીમાં આ યાત્રાની શ‚આત થાય છે.
આ યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત અન્ય સંસ્થાનો દ્વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે પાંચ ધ્વજા ચડાવવામાં આવશે. જેમાં ક્ષત્રીય રાજપુત ગુજરાત સમાજ, ગૌરક્ષા દળ ગુજરાત, બજરંગમિત્ર મંડળ જયપ્રકાશનગર, દલિત સમાજની ધ્વજા પણ ચડાવવામાં આવશે યાત્રામાં ભરવાડ સમાજના યુવાનો લાઠીદાવ કરે તે મુખ્ય આકર્ષણ હોય છે. યાત્રા કિશોરસિંહજી સ્કુલથી શ‚ થઈ ગ‚ડ ગરબી ચોકથી રામનાથપરા મેઈનરોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ રસ્તમાં ઠેર ઠેર ધ્વજા યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. આ યાત્રાને સફળ બનાવવા માટે ઈન્ચાર્જ કલ્પેશભાઈ ગમારા, સહ ઈન્ચાર્જ કમલેશભાઈ પંડયા, ખજાનચી ભરતભાઈ ત્રિવેદી, તેમજ મનોજભાઈ ડોડીયા, કિરીટભાઈ પાંધી, બાદલભાઈ સોમ માણેક, સંદિપભાઈ ડોડીયા, નૈમિષભાઈ મડીયા, રામભાઈ આસવાણી, જાગૃતભાઈ ઝીઝુંવાડીયા, મહેશભાઈ મિયાત્રા, દિનેશભાઈ પુનવાણી, અલ્પેશભાઈ ક્યિાડા, કિરણભાઈ દાવડા અને શૈલેષભાઈ વ્યાસ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને રામનાથ મહાદેવ ધ્વજા રોહણ સમિતિ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.