કોવિંદ જ રાષ્ટ્રપતિ બનશે: ૬૩ ટકા મતો તેમની તરફેણમાં: અમિત શાહ, અડવાણી  અને યોગી પણ ઉ૫સ્થિત

પૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આગામી ર૪ જુલાઇના રોજ પૂર્ણ થવા જઇ રહ્યો છે. ત્યારે ૧૭ જુલાઇએ રાષ્ટપતિ પદની ચુંટણીના મતદાન પ્રક્રિયા શરુ થશે. તથા ર૦ જુલાઇ સુધીમાં મતગણતરી મુખર્જીના કાર્યકાળ પહેલા પૂર્ણ થનાર છે. તેની વચ્ચે આજે સંસદભવન ખાતે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, અડવાણી સહીતના દિગજજ નેતાઓની ઉપસ્થિતિમાં કોવિંદે રાષ્ટ્રપતિપદની ચુંટણીના ઉમેદવાર તરીકે ર્ફોમ ફર્યુ હતું.

રાષ્ટ્રપતિ પદની ચુંટણીના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી ચર્ચા વિચારણા  અને બેઠકો યોજવામાં આવી હતી. ત્યારે ભાજપે એનડીએના રામનાથ કોવિંદને જાહેર કર્યા બાદ ગઇકાલે યુપીએ દ્વારા પૂર્વ સ્પિકર મીરા કુમારને ઉમેદવાર ભતરીકે નકકી કર્યા બાદ ભાજપ દ્વારા કોવિંદના નામને જ આખરી રખાયું હતું. ત્યારે આજે સંસદભવન પહોંચીને રામનાથ કોવિંદે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભયુૃ હતું. કોવિંદે રાષ્ટ્રપતિપદની દાવેદારી માટે ફોર્મ ભર્યુ ત્યારે પ્રધાનમંત્રી મોદી સહીત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, યોગી આદિત્યનાથ, નીતીગડકરી, તેમજ રામવિલાસ પાસવાન સહીતના ભાજપના તથા અન્ય પાર્ટીઓના દિગજજ નેતાઓ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આજે રામનાથ કોવિંદે જયારે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ફોર્મ ભર્યુ છે ત્યારે ૬૩ ટકા મતો તેમની તરફેણમાં હોઇ હાલ મહદ્દ અંશે તેમની જીત લગભગ નિશ્ર્ચિત છે. એન.ડી.એ.ના પોતાના ૪૮ ટકા મતો છે જયારે ક્ષેત્રીય પાર્ટીઓના સમર્થન દ્વારા આ દાવેદારી મજબુત બની છે.

રામનાથ કોવિંદનો જન્મ યુપીના કાનપુરમાં થયો હતો. એન.ડી.એ.ના ઉમેદવાર કોવિંદના નામની જાહેરાત થઇ ત્યારે તેઓ બિહારના રાજયપાલ તરીકે ફરજ પર હતા. તે પદેથી રાજીનામુ આપી તેમણે રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે ફોર્મ ભયુૃ હતું. તેઓ દલીત જ્ઞાતિમાંથી આવે છે. તથા કોવિંદ હજુ સુધી કોઇ ચુંટણી લડી નથી. જેડીયુ નેતા નીતીનકુમારે તેમને પ્રથમથી જ સમર્થન આપ્યું હતું. જયારે શિવસેના દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હોય તેના મતો પ્રાપ્ત થયા નથી.

નોન એન.ડી.એ. પાર્ટીઓના સમર્થન પર નજર કરીએ તો જેડીયુ ના ૧.૯૦ ટકા, એઆઇએ ડી.એમ.કે.ના ૫.૩૯ ટકા, ભારતીય જનતા દળના ૨.૯૯ ટકા, ટીઆરએસના ૨ ટકા, વાયએસઆરસીપી ના ૧.૫૩ ટકા અને આઇએનએલડીના ૩૮ ટકા સહીતના મતોનો સમાવેશ થતા હાલ તેમને ૬૩ ટકાથી વધુ મતોનું સમર્થન પ્રાપ્ત થયું છે.

તો સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીએ બિહારના રાજયપાલને ટેકો આપ્યો નથી. આ બન્ને મીરા કુમારને જ ટેકો આપશે.

ઉલ્લેખનીય છે કે સત્તાપક્ષ દ્વારા કોવિંદ તો વિપક્ષ દ્વારા મીરા કુમારના નામની જાહેરાત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કરવામાં આવીછે. ત્યારે કોવિંદ આજે સંસદ ભવનમાં ભાજપના તથા અન્ય પાર્ટીઓના દિગજજ નેતાઓની ઉ૫સ્થિતિમાં આજે તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે ફોર્મ ભરી દીધુ છે ત્યારે હવે તેઓ પોતાની ઉમેદવારી માટે પ્રચાર કરી શકશે તથા પોતાના તરફેણમાં મત કરવા માટે અપીલ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.