ભારતના સૌથી મોટા પદ માટે આજે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે આજે પોતાની ઉમેદવારી માટે સાંસદ ભવન પહોચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે 20 રાજયોના મુખ્યમંત્રીઓ પણ રામનાથ કોવિંદને મળવા માટે દિલ્હી પહોચ્યા છે.
ભાજપ અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ આજે બોપોરે 12 વાગ્યે સંસદ પરિસરમાં લોકસભાના મહાસચિવ કાર્યાલયમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ સહિતના યુપીએના 17 રાજકીય પક્ષોએ પોતાના પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે લોકષભાના પૂર્વ અધ્યક્ષ- સ્પીકર મીરાં કુમારને એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ત્રણ ચતુર્થાંસ મતોથી જિતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.