કોવિંદજીને રાષ્ટ્રપતિનું પદ મળતા વિવિધ શહેરોમાં આવકાર સાથે અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહયો

ગઇકાલે ભારતના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદજી ચુંટાઇ આવ્યા છે. ૧૬ વર્ષ સુપ્રીમ કોર્ટમાં તેમજ બીહારના રાજયપાલ તરીકે નિષ્ઠાપૂર્ણ  ફરજ બજાવી ચુકેલા રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ પદ મળતા ઠેર ઠેરથી આવકાર મળ્યો છે. વિવિધ શહેરોમાં કોવિંદજીના વિજયની ભવ્ય ઉજવણી કરીને તેઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા

IMG 20170720 WA0033દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા ગામના ભાજપ શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ તથા તેમની યુવા ટીમ દ્વારા દેશના ૧૪માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિજયને વધાવતા ઓખા કોળી ઠાકુર સમાજને સાથે રાખીને વિજય ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં ઓખાના સાઇબાબા મંદીરના પટાંગણમાં સમાજની મીટીંગ બોલાવી કોળી સમાજના દરેક સભ્યોને કેસરી ખેસ પહેરાવી સન્માનીત કરી દરેકને મીઠાઇ વહેચીને મોં મીઠા કરાયા હતા. આ પ્રસંગે મોહનભાઇ ૧૪માં રાષ્ઠ્રપતિનીસાચી ઓળખ આપતા કહ્યું હતું કે રામનાથજીએ ૧૬ વર્ષ સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવેલ, બીહાર રાજયપાલ તરીકે તથા ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે પણ ખુબ જ સારી સેવા આપી હતી. દેશને એક સર્વ શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ મળ્યા છે.

આ પ્રસંગે પધારેલા પ્રમુખ મોહનભાઇ બારાઇ, ચેતનભાઇ માણેક, હેમંતભાઇ વિઠલાણી, વિશાલભાઇ પીઠીયા, હરેશભાઇ ગોકાણી  તથા ઓખા કોળી ઠાકોર સમાજના પ્રમુખ રામજીભાઇ સોલંકી, ઉપપ્રમુખ કાનજીભાઇ સોલંકી તથા કારોબારી ભરતભાઇ રાઠોડ, નરશીભાઇ અંધેરા, મનસુખભાઇ વગેરેએ નવા રાષ્ટ્રપતિના વિજયને વધાવતા શુભકામના સાથે શુભેચ્છા આપી હતી.

કેશોદ

OKHA RAMNAYHદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ ચુંટાય આવતા કેશોદ કોળી સમાજે શહેરના ચાર ચોક વિસ્તારમાં ફટાકડાઓ ફોડી આ ખુશીના પ્રસંગને ભવ્ય રીતે ઉજવ્યો હતો.

આ પ્રસંગે કોળી સમાજના જીલ્લા પંચાયતના સભ્યો દેવાભાઇ માલમ, વજુભાઇ ગરેજા, મનોજભાઇ ડાભી, લખન ભરડવા સહીત મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થીત રહીયા હતા.

રાજુલા

રામનાથ કોવિંદજીનો વિજય થયો હોવાનું પાંચ વાગ્યે જાહેર થતા ભાજપ પરીવાર દ્વારા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચેતનભાઇ શિયાળ, જીજ્ઞેશભાઇ પટેલ, જે.પી. રાઠોડ, કમલેશ મકવાણા, પરેશ લાડુમોર, રસિક પારેખ, બચુભાઇ ચૌહાણ, વનરાજભાઇ વરુ, ભરતભાઇ જાની, રણછોડ મકવાણા, ચિરાગભાઇ જોશી, વંદનાબેન મહેતા, ભાવનાબેન બાંભણીયા રેખાબેન ચૌહાણ તથા ગૌતમભાઇ ગુજરીયા સહીતના ઉ૫સ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.