૪૨૬ સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો: રાહત પૂનર્વસન સેવાકાર્યનો ૧૦ લાખ લોકોને લાભ મળ્યો
રામકૃષ્ણમઠ અને મિશન દ્વારા રાહત અને પુનર્વસન સેવાકાર્ય હેઠળ ૪૪ કરોડ રૂપીયા વપરાયા છે.તેનાથી ૧૦.૫૩ લાખ લોકોને લાભ મળ્યો છે.
વર્ષ દરમિયાન મિશન દ્વારા વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ હેઠળ ૧૭ કરોડ રૂપીયાનો ખર્ચ કર્યો જેવી કે ગરીબ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ તેમજ વૃધ્ધ બીમાર અને સમાજથી તરછોડાયેલા લોકોને આર્થિક સહાય.
વર્ષ દરમિયાન ૧૦ હોસ્પિટલ, ૮૦ ડિસ્પેન્સરી, ૪૦ મોબાઈલ મેડિકલ યુનિટ અને ૯૨૮ મેડિકલ કેમ્પ દ્વારા કુલ ૭૨.૭૪ લાખથી વધુ લોકોને તબીબી સારવાર અપાઈ છે. અને કુલ ૨૨૭ કરોડ રૂપીયાનો ખર્ચ થયો છે.
વર્ષ દરમિયાન મિશનની વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા આશરે ૨.૩૧ લાખ વિદ્યાર્થી માટે કુલ ૩૨૪ કરોડ રૂપીયાનો ખર્ચ થયો છે. વિવિધ ગ્રામ્ય અને આદિવાસી જાતીઓનાં વિકાસ માટેની યોજનાઓહેઠળ મિશને વર્ષ દરમિયાન કુલ ૭૧ કરોડ રૂપીયાનો ખર્ચ કરેલ છે જેમાં ૪૨.૮૬ લાભ લોકોને લાભ મળ્યો છે.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં શાખા કેન્દ્રોમાથી દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાંચી મોરાબાદી આશ્રમ ને ઈન્ડિયન કાઉન્સીલ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચ ન્યુ. દિલ્હી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પ્રોત્સહન પુરસ્કાર રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સર્વધર્મ સમભાવ માટે આધ્યાત્મિકભાવ આંદોલનમાં કામ કરનાર રામકૃષ્ણ મઠ અને મિશનને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ, લંડનની યાદીમાં સમાવવામા આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારના શાળા શિક્ષણ વિભાગ દ્વારા કામારપુકુરની શાળા અને નરેન્દ્રપુર વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાના એવોર્ડ્સ મળ્યા છે. સમગ્ર ભારત સ્વચ્છતા અભિયાનમાં ચેન્નાઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજ તૃતીય સ્થાન મેળવ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે નૂતન વિકાસ સિધ્ધિ કોઈમ્બટુર મિશનના શિક્ષણ વિદ્યાલયને એનએએસી દ્વારા એ-પ્લસપ્લસ ગ્રેડ મળ્યો છે. અને ચેન્નઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજને એ-પ્લસ ગ્રેડ મળ્યો છે.
આરોગ્ય ક્ષેત્રે ઈટાનગર (અરૂણાચલ પ્રદેશ) હોસ્પિટલમાં ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કાર્ડિયોલોજી અને આયુર્વેદ વિભાગ એવા ચાર નવા વિભાગો શરૂ કરાયા છે. લખનૌ હોસ્પિટલને ૩ વર્ષ માટે નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ નાભ દ્વારા આરોગ્ય સંસ્થા જાહેર કરી છે.
ગ્રામ વિકાસ ક્ષેત્રમાં કેટલાક નવા પ્રકલ્પો હાથ ધરાયા છે. જેમાં ચેન્નઈ સ્ટુન્ટ હોમ દ્વારા તિરૂવલ્લુર જિલ્લાના પૂવલમ્બેદુ ગામમાં એક સમૂહ મિલન સભાગૃહ બાંધી આપવામાં આવ્યું છે. રાંચી મોરાબાદી કેન્દ્ર ૬૯૬૯ હેકટર જમીનની સિંચાઈ માટે વોટર શેડઉભા કર્યા છે.
અનેક કેન્દ્રોએ સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વચ્છતા અને તેની જાગૃતિ માટેના કાર્યક્રમો યોજયા છે. એમાંથી મેંગલુ‚ કેન્દ્ર દ્વારા મોંગલુ‚માં અને તેની આજુબાજુનાં વિસ્તારમાં ૧૮૪ સ્વચ્છતા અભિયાનો દક્ષિણ કન્નડ જિલ્લાના ૩૩૨ ગામમાં સ્વચ્છતા અભિયાનો ૧૧૦ શાળાના ૪૪૦૦૦ વિદ્યાર્થીઓને આવરી લેતા ૪૨૬ સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજયા છે.