ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે આવેલા દેશના રાષ્ટ્રપતિ રામના કોવિંદ રાજકોટ એરપોર્ટ ખાતેી દિલ્હી જવા માટે રવાના થયા હતા. તેમને ઉષ્માસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
કોવિંદે તેમના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે કચ્છની વિખ્યાત શ્વેત મરુભૂમિની મુલાકાત લીધી હતી. બાદમાં બીજા દિવસે ગીર અભયારણ્ય અને ત્રીજા દિવસે ભગવાન સોમનાના દર્શન કરી રાજકોટ પહોંચ્યા હતા.
રાજકોટ ખાતે તેમના ટૂંકા રોકાણ દરમિયાન પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવા, મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાષ્ટ્રપતિ, તેમના પત્ની શ્રીમતી સવિતા કોવિંદનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એજ રીતે વિદાયમાન પણ આપવામાં આવ્યું હતું.