રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનને માટે ૫ ઓગસ્ટે પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાશે. દિવાળી પહેલાં જ અહીં દિવાળી મનાવાશે.
અયોધ્યામાં સૌંદર્યીકરણ અને નિર્માણનું કામ ઝડપથી શરૂ કરાયું છે. યૂપીની યોગી સરકાર અને કેન્દ્ર સરકારે મંદિર નિર્માણની સાથે જોડાયેલા દરેક પળને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.
આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, અનેક જગ્યાઓએ રામના જીવન સાથે જોડાયેલી છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓની મરામત કરવામાં આવી રહી છે.
તેનાથી જ્યારે આયોજન થાય તો તેની ભવ્યતામાં ચાર ચાંદ લાગી શકે. ૩ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે.
લોકો ઘરમાં પણ દિવા કરીને દિવાળી મનાવશે. સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે.
તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે.