સામાન્ય રીતે જેઠ મહીના ના પ્રારંભ માજ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ અધીક માસ તેમજ અધીક જેઠ માસ તેમજ નીજ જેઠ પણ પૂર્ણ થવા ને આરે છે ત્યારે મેઘરાજા એ લીધેલાં રીસામણાં થી જગત નો તાત તેમજ દરેક વ્યક્તિ ચાતક ની જેમ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે
ત્યારે પણ મેઘરાજા મન મુકીને વરસતાં નથી માટે એમને મનાવવા ધોરાજી તાલુકા નુ ભોળા ગામ ના લોકો વરૂણ દેવ ને વિનવિ રહ્યા છે ભોળા ગામ માં આવેલ મંદિર માં અવિરતપણે હરે રામ હરે ક્રિષ્ના ની અખંડ ધૂન કરી રહયાં છે બસ હવે વરૂણ દેવ કૃપા કરી મનમુકી વર્ષે તો જગતનો તાત તેમજ દરેક જીવ ખુશ થઈ જાય એટલા માટે લોકો ભગવાને પ્રાર્થના પુજા અર્ચના કરી રહયાં છે
ત્યારે ધોરાજી નાં ભોળા ગામે છેલ્લા ચાર દિવસથી ભોળા ગામ નાં લોકો એ મેઘરાજા ને રીઝવવા માટે અખંડ રામધુન નું આયોજન કરવામાં આવ્યું છે જયાં સુધી મેઘરાજા ના પધરામણી નહીં થાય ત્યાં સુધી આ અખંડ રામધુન ચાલું રહેશે ધોરાજી તાલુકા ના ભોળા ગામ અખંડ રામધુન ચાલું ત્યારે ઠેરઠેર દરેક ધાર્મિક સ્થળો માં પ્રાર્થના ઓ કરવામાં આવી રહી છે