• 70-રાજકોટ દક્ષિણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
  • મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓનું થતું અમલીકરણ

24 11 V 70 MAHILA SAMELAN 2

રાજકોટ-70 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભક્તિનગર સર્કલમાં આવેલ મેઘાણી રંગ ભવન ખાતે વિશાળ મહિલા સંમેલન યોજાયું. આ મહિલા સંમેલનને સંબોધતા ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ મહિલા સશક્તિકરણની યોજનાઓનું અમલીકરણ કરેલ છે તેમણે મહિલા ઉત્કર્ષ, આર્થિક, સ્વરોજગાર, આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી. રમેશભાઈ ટીલાળાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સૌનો આભાર માનીને મત વિભાગના વિકાસને વધુ ગતિ આપવા ખાતરી આપી હતી.

24 11 V 70 MAHILA SAMELAN 3

કોર્પોરેટર જયાબેન ડાંગરે જણાવ્યું હતું કે રમેશભાઈ ટીલાળાને સૌથી વધુ લીડ મળશે. રાજકોટ મહિલા મોરચા દ્વારા એક સૂત્ર પણ રમેશભાઈ ટીલાળાને આપવામાં આવ્યું છે. ‘ગાંઠીયા-જલેબી-ફાફડા રમેશભાઈ આપણા’ એ સૂત્ર મત વિસ્તારમાં ગુંજી રહ્યું છે.  આ મહિલા સંમેલનમાં મહિલા અગ્રણીઓ કિરણબેન હરસોડા, અને કિરણબેન માકડિયા અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા મોટી લીડથી જીતે તે માટે મહિલાઓને અપીલ કરાઈ હતી. આ મહિલા સંમેલનમાં વોર્ડ નં. 13, 14, 17, 18, ના કોર્પોરેટરો જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, સોનલબેન સેલારા તથા અન્ય મહિલા મોરચાના હોદેદારો કુસુમબેન ડોડીયા, નૈનાબેન ગોહિલ, કંચનબેન મારડિયા, દીપાલીબેન વોરા, વૈશાલીબેન મહેતા, ગીતાબેન પરમાર, નીલમબેન દેશાઈ, દક્ષાબેન શાહ, પ્રીતીબેન પાઉં, માલતીબેન ચાવડા, રીટાબેન રોકડ, લતાબેન ગોરશીયા, મહિલા કાર્યકરો અને ભક્તિનગર સહીતના વિસ્તારોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.