લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય તથા સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટના સંયુકત ઉપક્રમે લેંગ લાઈબ્રેરીના ૧૬૦ વર્ષની ઉજવણીના ભાગ‚પે વિદ્ધાન ભાગવતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાનું વ્યાખ્યાન અરવિંદભાઈ મણીયાર હોલમાં કરવામાં આવ્યું હતું.
પૂ.ભાઈશ્રીએ પોતાના વકતવ્યમાં દેવાલય અને ગ્રંથાલય બંનેને સમકક્ષ ગણાવ્યા હતા. દેવાલયમાં જેમ દીવો પ્રગટાવીએ છીએ તેમ ગ્રંથાલય વ્યકિતનું વ્યકિતત્વ પ્રગટ કરે છે. તેમજ સુંદર કવિતા ટાંકતા તેમણે જણાવ્યું કે, ‘કિતાબે ઉઠાતે સમય રીસ્તે બનતે થે’ પુસ્તક આપણો એવો મિત્ર છે કે તે ગમે ત્યારે આપણા સમયે ફ્રી હોય.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો.નિરંજનભાઈ પરીખ, રામભાઈ મોકરીયા તથા મંત્રી પ્રવિણભાઈ ‚પાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધ લાઈબ્રેરીના ઉપપ્રમુખ નીતિનભાઈ વડગામાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સિઘ્ધાર્થભાઈ શાહ, બીપીનભાઈ મહેતા, રમેશભાઈ પીઠીયા, હર્ષિદાબેન આરદેશણા, કલ્પાબેન ચૌહાણ તથા ગ્રંથાલયના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનો મોટી સંખ્યામાં શ્રોતાઓ/વાંચકોએ લાભ લીધો હતો.