ગોંડલ ખાતે આવેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલની પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આજે  શુભેચ્છા મુલાકાત લીધી હતી.  હોસ્પિટલના દરેક વોર્ડ અને વિભાગોની  ભાઇશ્રીએ  મુલાકાત લીધી હતી. દરેક દર્દીઓને પણ મળ્યા હતા અને સેવા વિશે પણ  માહિતીઓ મેળવી હતી.આ તકે પૂજ્ય ભાઈશ્રી સાથે શ્રીરામ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ ડોકટર્સ ટીમના ડો વિદ્યુત ભટ્ટ, ડો.ગોવિંદ કુવાડ, ડો.આર.બી.શાહ,  વિગેરે ડોક્ટરોએ હાજરી આપી ભાઈશ્રીનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલની સુવિધાઓ અને સવલતોથી પ્રભાવિત થયેલા ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ભગવાનશ્રી રામચંદ્રજીની કૃપા અને પૂ.હરિચરણદાસજી બાપુના  આશીર્વાદ સાથે છે.ખૂબ સમર્પિત ડોક્ટરોની ટિમ સેવાભાવથી કામ કરી રહી છે. એટલે ખૂબ સારા પરિણામો જોવા મળે છે. જેવી ભાવનાઓ હોય તેવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અહીં માત્રને માત્ર સેવા ભાવના છે.

અહીં આવીને દર્દીઓ પણ હું હોસ્પિટલમાં ગયો છું તેના બદલે હમદર્દી મંદિરમાં પ્રવેશ્યો હોવાનો ભાવ મેળવે છે.મહાપુરુષોના માર્ગદર્શન અને તેઓના આશીર્વાદથી અને સેવાભાવથી થતી અને પૂજ્ય હરિચરણદાસજી બાપુ જેવા મહા પુરુષોના સાનિધ્યમાં જ્યારે સેવાયજ્ઞો ચાલતા હોય તેવી લોકઉપયોગી સેવાની સરાહના કરીયે તેટલી ઓછી છે.

આવા કર્યો ખરેખર સરકારે કરવાના હોય પણ પણ આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અને એમાં ઓન વિશેષ કરીને  મહાપુરુષોનું માર્ગદર્શન અને કરુણા ભળેલી હોય, તેવા કાર્યો એક યજ્ઞ બની જતો હોય છે.

IMG 20190910 WA0377

અને આવો જ્યારે સેવાયજ્ઞ ચાલતો હોય ત્યારે ખુદ ભગવાનનું ધન્વંતરિ સ્વરૂપ દર્દીઓને રોગમુક્ત કરવા ખૂબ કૃપા વરસાવે છે. હું ખૂબ પ્રસન્ન થાઉં છું.

અગાઉ પણ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, પણ હવે નવી નવી સેવાઓ ઉમેરાઈ હોય, જે રીતે દર્દીઓને લાભ મળી રહ્યો છે તે વાતથી  હું પ્રસન્નતા અને ગૌરવ થાય છે.

ભાઈશ્રીએ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલની બાજુમાજ નવી નિર્માણ પામી રહેલી અને વધુ સુવિધવાળી હોસ્પિટલની પણ મુલાકાત લઈને માહિતીઓ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.