મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિવિધ શાળાઓ માટે ઓપન રાજકોટ કવીઝ કોમ્પીટીશન અને ગીત સંગીતની અંતાક્ષરીનું આયોજન રમેશભાઇ એમ. છાયા બોયઝ હાઇસ્કુલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કવીઝમાં શહેરની પ્રાથમીક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક કુલ ૪૦ થી વધુ શાળાઓએ ભાગ લીધેલો જેમાંથી પ્રાથમીક વિભાગમાં પ્રથમ જે.પી. મોદી દ્વિતીય વી.જે.મોદી અને તૃતીય કડવીબાઇ વિરાણી સ્કુલના વિઘાથર્થીઓ આવ્યા હતા. માઘ્યમિક વિભાગમાં પ્રથમ માતૃમંદિર હાઇસ્કુલ તથા ઉચ્ચતર માઘ્યમિકમાં પ્રથમ એલ.બી.એસ. હાઇસ્કુલ આવેલ. કાર્યક્રમમાં કવીઝ માસ્ટર તરીકે આચાર્યા સ્વાતિબેન પંડયા અને અંજનબેન રાઠોડે ફરજ બજાવી હતી. વિજેતાઓને મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી તથા ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી દ્વારા સીલ્વર મેડલ આપવામાં આવેલ. અંતાક્ષરી કાર્યક્રમમાં નચિકેતા દવેએ સૂત્રધાર તરીકે સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.