ઉપલેટા તાલુકા ભાજપ દ્વારા નવનિયુકત સાંસદ રમેશભાઇ ધડુકનું સ્નેહ અભિવાદન કરાયું: રપ જેટલી સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન
કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દેશનો સપુત જ રદ કરી શકે: મહામંત્રી જયંતિભાઇ ઢોલ
પૂર્વ ધારાસભ્ય માંકડીયા, જીલ્લા પ્રમુખ સખીયા, મહામંત્રી જયંતિભાઈ ઢોલ સહિત જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા
પોરબંદર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખનનની ફરીયાદ મળશે તો પગલા લેવડાવીશ: રમેશભાઈ ધડુક
ઉપલેટા તાલુકા ભાજપ પરિવાર દ્વારા નવ નિયુકિત સાંસદ રમેશભાઇ ધડુકનો સ્નેહ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય સંસદ સભ્ય રમેશભાઇ ધડુક ના હસ્તે કરવામાં આવેલ ત્યારબાદ આવેલા મહેમાનોનું શબ્દ રુપી સ્વાગત પ્રવચન તાલુકા ભાજપના પ્રમુખ રાજશીભાઇ દુબલ દ્વારા કરવામાં આવેલ હતું. અ તકે ઉ૫સ્થિત રહેવા જીલ્લા ભાજપના મહામંત્રી જયંતિભાઇ ઢોલે જણાવેલ કે દેશમાં છેલ્લા ૬ દાયકાથી કાશ્મીરનો પ્રશ્ર્ન સળગતો રાખી રાજકીગ ગીધડાઓએ દેશના લોકોને અંદરો અંદર બધવી પોતાનું રાજકારણ ખેલેલ પણ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પ્રજાને કહેલ કે દેશમાં ભાજપનું શાસન આવશે તો દેશની મુખ્ય સમસ્યામાં તમામ મુદ્દા ઉકેલી નાખશે આખરે દેશની જનતાએ ભાજપને શાસન સોંપયું દેશને લોખંડી છાતી વાળો સુપત વડાપ્રધાન તરીખે મળેલ અને એક જ ઝાટકે કાશ્મીરના છ દાયકા જુના પ્રશ્ર્ન ૩૭૦ ની કલમ નાબુદ કરી નારી ૩૭૦ ની કલમ નાબુદ કરવામાં પોરબંદર મત વિસ્તારના લોકોએ પણ એક કમળ પી રમેશભાઇ ધડુકને દિલ્હી સંસદ ભવન મોકલતા આ દેશમાંથી ૩૭૦ ની કલમ નાબુદ કરવામાં પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકોના પણ છે.
સાંસદ રમેશભાઇ ધડુકે જણાવેલ કે જયારે કોઇપણ માણસ કોઇપણ પક્ષનો હોય તે ચુંટણી લડતો હોય ત્યારે પક્ષા-પક્ષી હોય છે પપ અત્યારે હું તમામ લોકોનો પ્રતિનિધિ છું મારા મત વિસ્તારના કોઇપણ લોકો કામ લઇને આવે તે પછી કયાં પક્ષનો છે કયાં સમાજનો છે તે જોયા વગર મારો મતદાર છે તેનું કામ કરું છું મારા ફરજનો ભાગ છે. આવું ઘ્યાનમાં રાખી છું. તમામ નાગરીકોના કામ કરું છું, આ ઉપરાંત કોઇપણ ગામ કે શહેરમાં હાજરી પુરાવા પુરતો જ ઇ આવું તેવુ નહિ જે ગામ કે શહેરમાં હું ગયો હોય ત્યા તમામ લોકોના પ્રશ્ર્નો સાંભળી સાથે લઇ ગયેલા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી જયાં સુધી પ્રશ્ર્નો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રજા વચ્ચે બેસી પ્રશ્ર્નોને ન્યાય આપવા પ્રયત્ન કરું છું, મારા મત વિસ્તારમાં ગામોમાં પ્રવાસ દરમ્યાન એક દિવસમાં બે ચાર ગામનાં જ પ્રવાસ કરું છું. જેથી કરીને દરેક ગામને યોગ્ય સમય ફળવી શકું.
આ અભિવાદન કાર્યક્રમમાં પત્રકારો દ્વારા સાંસદ રમેશભાઇ ધડુકને પ્રશ્ર્નો ઉઠાવેલ કે તેમાં પોરબંદર વિસ્તારના કયાં પ્રશ્ર્નો મહત્વ આપવાના છે. તેના જવાબદમાં સાંસદ રમેશભાઇ ધડુકે જણાવેલ કે મારા મત વિસ્તારમાં કુતિયાણામાં જી.આઇ.ડી.સી. નથી ત્યાં જી.આઇ.ડી.સી. બનાવવી અમુક ધેડ વિસ્તારની બંજર જમીન છે તેના સુધારા માટે પગલા લેવા માછીમારીના પ્રશ્ર્નો સહીત પ્રશ્ર્નો સાંસદમાં ઉઠાવીશ જયારે પત્રકારોએ પોરબંદર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે તેની સામે શું પગલા ભરશે આના જવાબમાં રમેશભાઇ ધડુકે જણાવેલ કે હાલમાં કયાં વિસ્તારમાં આવું ગેરકાયદેસર ખનીજ ચોરી થઇ રહી છે. તે હું જાણતો નથી પણ ખનીજ ઓરી વિશે મને લોકોમાંથી ફરીયાદ આવશે તો ખનીજ ચોરો સામે પગલા જરુર લેવરાવીશ આ ઉ૫રાંત લોકોની ફરીયાદના કોઇ પ્રશ્ર્નો હોય તો તેની સામે પગલા લેવા તંત્રને ઘ્યાન પર વાત મુકીશ આ કાર્યક્રમમાં આ ઉપરાંત ડી.કે. સખીયા, ભાનુભાઇ મહેતા, સહીતના પ્રાસંગીક પ્રવચનો કરેલા હતા. આ કાર્યક્રમની આભારા વિધી તાલુકા મહામંત્રી જેનાભાઇ બરોચીયા એ કરેલ હતી. જયારે કાર્યક્રમનું સંચાલન ગીરીશભાઇ શિશાંગીયાએ કરેલ હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઇ ધડુક પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી જયંતિભાઇ ઢોલ, ભાનુભાઇ મહેતા તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઇ હુબલ, મહામંત્રી અનિલભાઇ સુતરીયા, જેનાભારઇ બરોચીયા, નગરપાિેલકાના પ્રમુખ ધનભાઇ ચંદ્રવાડીયા, માધવજીભાઇ પટેલ હરિભાઇ ઠુમર, બાબુભાઇ હુબલ, રાજાભાઇ સુવા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, રાજુભાઇ ડાંગર ચંદ્રભાઇ જાવીયા, મહેન્દ્રભાઇ ભાલોડીયા, નિલેશભાઇ કણસાગરા, પૃથ્વીસિંહ ચુડાસમા, અતુલભાઇ બરોચીયા, જયેશભાઇ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ ડેર, પરબતભાઇ મારુ, બાબુભાઇ રાઠોડ, સંજયભાઇ લુણસીયા, નાથાભાઇ, સંજયભાઇ વિરડા સહીત ભાજપ પરિવારના કાર્યકરો વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉ૫સ્થિત રહેલા હતા.
નવ નિયુકત સાંસદનું વિવિધ સંસ્થામાં દ્વારા સન્માન કરાયું
વિધાભારતીના પ્રવીણભાઇ માકડીયા, ભુપતભાઇ ગોવાણી, દિલીપભાઇ મોડાસીયા
ભારત વિકાસ પરિષદના મનસુખભાઇ મારીયા, વિઠ્ઠલભાઇ સોજીત્રા, હેમતભાઇ દેકીવાડીયા, વજુભાઇ પરમાર, પુજાભાઇ વરૂ
જૈન જાગૃતિ મંડળના અશોકભાઇ શેઠ
ગ્રામ પંચાયતના સરપંચો વરજાંગભાઇ બોરીચા- કુઢેચ, નિલમબેન ખાંટ- પાનેલી, રસીકભાઇ ઝાલાવડીયા- રબારીકા, જીણાભાઇ દુબલ-નિલાખા, મનુભાઇ કનેરીયા- ભિમોરા, રસ્મીતાબા ચુડાસમા – લાઠ
તાલુકા ભાજપ પરિવાર દ્વારા વિવિધ મોરચા દ્વારા સન્માન કરાયું તાલુકા ભાજપ પરિવાર, તાલુકા યુવા ભાજપ પરિવાર, જીલ્લા ભાજપ કારોબારી સભ્યો તાલુકા બક્ષી પંચ મોરચા, તાલુકા કિશાન મોરચો, તાલુકા અનુજાતિ મોરચો, તાલુકા મહિલા મોરચો