રમેશ ટીલાળા પાટીદાર સમાજમાં મોટું નામ ધરાવવા ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આદરણીય હોવાથી ભાજપે તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો

દક્ષિણ બેઠકમાં રાજકીય નહિ સામાજિક ફેક્ટરમાં રમેશ ટીલાળા ઉત્તીર્ણ હોવાથી તેમને ટીકીટ મળી છે.રમેશ ટીલાળા પાટીદાર સમાજમાં મોટું નામ ધરાવવા ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આદરણીય હોવાથી ભાજપે તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં જ્ઞાતિ આધારિત ચૂંટણીમાં હંમેશા પાટીદારો એક કદમ આગળ રહ્યા છે. આ વખતે પણ ભાજપ કોઈ જાતનું રિસ્ક લીધૂ નથી અને આજે ભાજપના મોવડી મંડળે ખોડલધામના ટ્રસ્ટ્રી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને ટિકિટ આપીને ફરી એક પાટીદાર નેતાનું સિલેક્શન કર્યું છે.રમેશ ટીલાળા ખોડલધામના ટ્રસ્ટ્રી નરેશ પટેલ સાથે પારિવારિક સબંધો ધરાવે છે.  રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપ કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવાર પાટીદાર છે. આપના શિવલાલ બારસીયા અને ભાજપના રમેશ ટીલાળાનો ખોડલધામ સાથે નાતો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવશે તો ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીમાંથી રાજીનામુ આપવાની પણ તત્પરતા દાખવી છે.

DSC 9729

રમેશભાઈ એરોસ્પેશ અને ડિફેન્સના પાર્ટ્સ પણ બનાવે છે

ટીલાળાનું સપનું હતું કે, તેઓન એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરવું છે. જેમાં પણ તેમને સફળતા મળી છે. તેઓ આજે એરબસ, બોઈંગમાં એરોનેટિક, મિસાઈલ અને સ્પેસના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યા છે. હવે આગળ તેઓ ફાર્માસ્યુટિકલ કંપની બનાવવા વિચાર કરી રહ્યા છે. રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે અને 20થી વધુ નાની-મોટી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને તમામમાં સારી નામના ધરાવે છે.

રમેશભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા

રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ, એ.પી. પટેલ ક્ધયા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે.શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે.

10 ધોરણ ભણેલા રમેશભાઈ આગવી કોઠાસૂઝથી 7 ઇન્ડસ્ટ્રીઝના માલિક

રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 10 ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે.રમેશભાઈ ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોર્જિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રોજી રોટી પૂરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.