રમેશભાઈ પાસે અઢી કરોડના શેર, 8 કરોડનું લેણું, 7 ખેતીની જમીન, 7 પ્લોટ : તેમના પત્ની હંસાબેનના નામે 4.54 કરોડના શેર, 3.67 કરોડનું લેણું,10 ખેતીની જમીન અને 11 પ્લોટ
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ પક્ષના રમેશભાઈ ટીલાળાએ ઉમેદવારી નોંધાવી છે તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓ એકમાત્ર અબજોપતિ ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રૂ.56 કરોડના અને તેઓના પત્ની રૂ. 114 કરોડના આસામી છે.
રમેશભાઈ ટીલાળાની મિલકત ઉપર નજર કરીએ તો રૂ. 1.28 લાખ હાથ પરની રોકડ , બેંક એકાઉન્ટમાં માત્ર રૂ. 4થી 5 લાખ જેવી રકમ છે. આ ઉપરાંત તેઓ વિવીધ કંપનીઓના રૂ. અઢી કરોડના શેર, એલઆઇસીની રૂ. 10 લાખની પોલિસી, 7 કરોડ જેટલી આપેલી લોનની રકમ, 7 સ્થળોએ ખેતીની જમીન, 7 સ્થળોએ પ્લોટ મળી કુલ રૂ. 56.69 કરોડની મિલકત ધરાવે છે. આ ઉપરાંત તેઓની જવાબદારી જોઈએ તો તેઓનું રૂ. 2.41 કરોડનું દેવું છે.
તેઓના પત્ની હંસાબેનની મિલકતો જોઈએ તો રૂ. 90 હજાર હાથ પરની રોકડ, વિવિધ બેંક ખાતામાં છૂટક રકમ, 4.54 કરોડના શેર, રૂ. 10 લાખની વીમા પોલિસી, 3.67 કરોડની આપેલી લોન, 165 ગ્રામ સોનુ, 10 સ્થળોએ ખેતીની જમીન, 11 પ્લોટ મળી કુલ રૂ. 114.87 કરોડની મિલકત છે. તેઓ જવાબદારીમાં રૂ. 6.24 કરોડની મિલકત ધરાવે છે.
રમેશભાઈની વાર્ષિક આવક અધધધ રૂ. 1.14 કરોડ
તેઓની રિટર્ન પ્રમાણેની વાર્ષિક આવક જોઈએ તો વર્ષ 2017-18માં 62.54લાખ, વર્ષ 2018-19માં રૂ. 87.12 લાખ, વર્ષ 2019-20માં 75.54 લાખ, વર્ષ 2020-21માં 97.78 લાખ, વર્ષ 2021-22માં રૂ.1.14 કરોડ નોંધાય છે. જ્યારે તેઓના પત્નીની વાર્ષિક આવક જોઈએ તો 2017-18માં 27.28 લાખ, વર્ષ 2018-19માં રૂ. 80.01 લાખ, વર્ષ 2019-20માં 54.67 લાખ, વર્ષ 2020-21માં 87.03 લાખ, વર્ષ 2021-22માં રૂ.53.12 લાખ નોંધાય છે.