વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાત બ્રહ્મ સમાજમાં રોષ..
રાજકોટમાં રહેતા એક શખ્સે પોતાને કલ્કિ અવતાર ગણાવી મનફાવે તેમ નિવેદન આપી વિવાદોની હારમાળા સર્જી છે. જેને ભગવાન પરશુરામ, ચન્દ્રયાન-3 અને બ્રાહ્મણો વિષે ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. જેના પડઘા સ્વરૂપ ક્ષત્રિય સમાજ અને બ્રહમણ સમાજ રોષે ભરાયા હતા.
રાજકોટ કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. ભગવાન પરશુંરામ ભગવાનને રાક્ષસ કહ્યા તેમજ વડાપ્રધાન નરેન્દ્રમોદીનું પણ અપમાન કર્યું હતું.આ ઉપરાંત ભગવાન પરશુરામને રક્ષક ગણાવી , બ્રાહ્માણો વિધર્મી છે અને નરકમાં જશે તેવું જણાવ્યું હતું. જેને લઇ હિંદુ સમાજમાં અને બ્રમ્હ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આગામી ચુટણીને લઇ ચંદ્રયાન -૩એ 615 કરોડનો ચૂંટણી પ્રચાર છે તેવું જણાવ્યું હતું.
આ બાબતે બ્રાહ્મણ સમાજનું કહેવું છે કે રમેશ ફેફરને મનોચિકિત્સાની જરૂરત છે. તેને સારવાર માટે મોકલો.