ગત અઠવાડીયે પોરબંદર સાંદીપની સભાગૃહમાં આઝાદી પહેલાના રાષ્ટ્રચેતનાના કવિ સ્વ. ભૂદરજી લાલજી જોશીની હસ્તપત્રોમાંથગી સાંઇરામ દવેએ તૈયાર કરેલુ પુસ્તક ભુદર ભણંત નું વિમોચન પૂ. રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે થયુ. ઉપયોકત તસ્વીરમાં આપ જોઇ શકો છો પૂ. રમેશભાઇ ઓઝાએ ગ્રંથનું વિમોચન કરતા કહ્યું કે, સાંઇરામે અને તેમની ટીમ ભુદરજીની કાવ્યરુપી ગુપ્તગંગાનું લોકહિતાર્થે અવતરણ કરાવ્યું છે.

આ પ્રસંગે પદમશ્રી ભીખુદાનભાઇએ ભુદરજીની સુંદર રચના સંભળાવી. હસ્તપત્રોમાંથી છ મહિનાની મહેનત બાદ પુસ્તક બનાવનાર સાંઇરામ દવે, રામભાઇ બારોટ, ડો. અવની વ્યાસ તથા તેજસ પટેલે કવિતાઓ રજુ કરી ભજનીક વિમલ મહેતા, વિષ્ણુપ્રસાદ દવે તથા જયમંત દવેએ ભૂદરજીના છંદો અને ભજનો રજુ કર્યા. તથા બાળક નચિકેતા ધર્મરાજ, વિશ્ર્વજીત અને કિન્નરીએ ભૂદરજીની ગાંધી કવિતા રજુ કરી. વિશાળ જનસમુદાયે ભૂદરજીની કવિતાઓને સૌ પ્રથમવાર માણી. આ તબકકે ભાઇશ્રીએ ભૂદરજીના પરિવારજનોનું પણ સન્માન કર્યુ. આ પુસ્તક પ્રવિણ પ્રકાશન રાજકોટમાંથી પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.