આજે સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી: બટુકભોજન, સુંદરકાંડના પાઠ, યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો
આજે સૌરાષ્ટ્રભરમાં ભાવભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર બટુકભોજન, સુંદરકાંડના પાઠ, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સેવાકાર્યો કરી રામભકત હનુમાનની જન્મ જયંતિને ઉજવવામાં આવી હતી ગામે ગામ બજરંગભકતોમાં આજેઅનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઓખામાં દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાન જયંતિ મહોત્સવ નીમીતે રોકડીયા, હનુમાન મંદીરે સમુહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં અમીત મહારાજે સ્તનારાયણની પૂજા આરતી કરી કથાનું રસપાન કરાવ્યું હતું. તથા વિશેષમાં ઓખા રધુવંશી મહીલાઓ દ્વારા ચૈત્રમાસ નીમીતે ઓખા હરણનું આયોજન ઓખા મહારાજ વાડી ખાતે કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં રધુવંશી મહીલાઓ હાજર રહ્યા હતા.
હનુમાન જયંતિ નિમિત્તે સોમનાથ મંદીર પરિસરમાં આવેલ હનુમાનજીની મહાપૂજા, હનુમાન ચાલીસા પાઠ, સોમનાથ ચોપાટી ખાતે સાંજે ૪.૩૦ થી સૌ પ્રથમ વખત ગુજરાતી સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું છે. જેની પ્રસ્તુતી સદભાવ સેવા સમીતી ડીસા ગ્રુપના સુપ્રસિઘ્ધ કલાકારો કમલેશભાઇ સોની તથા સતીશભાઇ ખત્રી દ્વારા કરવામાં આવશે. સાંજે ૭ કલાકે હનુમાનજી આરજી સહીત વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજનાર છે જેમાં જોડાવા સોમનાથ ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ છે.
બેટ શંખોદ્વારમાં આવેલ આ હનુમાનજીનું મંદીર એ વિશ્ર્વનું એકમાત્ર એવું મંદીર છે. જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરઘ્વજજી સાથે બિરાજે છે. સ્થાનીય ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ મંદીરે દર વર્ષે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. ૪ એપ્રિલ સુધી પાંચ દિવસની અખંડ રામધુનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે હનુમાન જયંતિના દિવસે સવારે ૬.૪૪ કલાકે હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ સાથે મંગલા આરતી બાદ સવારે ૧૦ વાગ્યે મંદીર પર ઘ્વજારોહણ કરાયું હતું. ભકતગણ માટે બપોરે ૧ર કલાકથી સમુહ પ્રસાદ રાખવામાં આવી હતી. તા.૪ એપ્રિલ રોજ ત્રિદિવસીય અખંડ રામધુનની પુર્ણાહુતિ થશે.
જામજોધપુર શહેરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રોકડીયા હનુમાનજી મંદીરે બટુકભોજન, યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ સાથે જામજોધપુર તાલુકાના ધુનડા ખાતે પુરણધામ આશ્રમમાં ભવ્ય સત્સંગ ભજન તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com