આશ્રમના સંતને બહુમાન કરવા ૪૨ ગામના ધુન મંડળ સંતો અને તમામ સમાજના શ્રેષ્ઠીઓ ઉમટી પડયા
દેપાળીયા રામધામ આશ્રમમાં સંત નાથાભગત પ્રેરિત અખંડ રામધુન ચાલે છે તેમાં તા.૧૮ સપ્ટેમ્બરના દિવસે ૬ વર્ષ પુરા થાય છે અને ૭માં વર્ષમાં મંગલપ્રવેશ થાય છે. તે નિમિતે હનુમાનજી દાદાને રીઝવવા માટે ૯ કુંડી મહાયજ્ઞ અને જુદા-જુદા કાર્યક્રમ રાખવામાં આવેલ હતા કે શોભાયાત્રા, પોથીયાત્રા, ઘ્વજારોહણ, સ્ટેજ કાર્યક્રમો રાખેલ હતા.
તેમાં મહાન વિભૂતિઓ, સંતો, ભકતો તેમજ તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ હતી. અખંડ ધુનમાં દિવેલ પુરવા અને તમામ ધુન મંડળના આશિર્વાદ લેવા પધારેલા પ.પૂ.સંત અવધકિશોરદાસબાપુ (મોઢેરા), પ.પૂ.સંતશ્રી છોટેમોરારી રામેશ્ર્વરબાપુ હરીયાણી (અમદાવાદ), પ.પૂ.સંતશ્રી દામજીભગત (બગથળા), પ.પૂ.સંત વિદ્યાનંદબાપુ (ગઢડા), પ.પૂ.સંત ગીરજાનંદબાપુ (સણોસર), પ.પૂ.સંત પ્રભુદાસબાપુ (ટંકારા) સાથે અનેક સંતો પધાર્યા હતા અને તમામ સમાજના આગેવાન પટેલ સમાજના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા તથા મુળજીભાઈ ભીમાણી, શિવલાલભાઈ ઘોડાસરા, ડાયાભાઈ ભીમાણી, દામજીભાઈ ફેફર, બાવનજીભાઈ મેતલીયા, ગંગારામભાઈ દેત્રોજા, અમરશીભાઈ કનેરીયા, તળશીભાઈ તાલપરા, અમરશીભાઈ ગોપાણી, છગનભાઈ વાંજાળીયા, જયંતિભાઈ ગોપાણી, ગીરધરભાઈ પનારા, હરીભાઈ છત્રોલા, ચતુરભાઈ સવેરા, જેરામભાઈ ભાલોડીયા, ધીરૂભાઈ સવસાણી, નાનજીભાઈ સવેરા, મનસુખભાઈ ચનીયારા અને તમામ સમાજના આગેવાનો આવીને સંત નાથાભગતનું બહુમાન કરેલ હતું અને વહિવટકર્તા બાબુભાઈ ગોપાણી અને વાલજીભાઈ દલસાણીયાને અભિનંદન આપેલ હતા અને આ અખંડ ધુન આજીવન ચાલુ રહે તેવી રામ પાસે પ્રાર્થના કરેલ હતી. તેમાં જાહેરસભામાં બાબુભાઈ ગોપાણીએ આહવાન સાથે સમાજને સંબોધન આપ્યું હતું કે, કલી કેવલ નામ આધારા જપી ઉતરો ભવ પારા તે વાત સાથે વધુમાં વધુ હરીનામ જપો અને વધુમાં વધુ રામનામ પોથી લખો તેવો આદેશ સંત નાથાભગતનું છે.
તે પ્રવચનમાં બાબુભાઈએ આહવાન કરેલ હતું અને અમે કોઈ પાસે કોઈ પ્રકારનું દાન માંગતા નથી પણ તમારું જ કલ્યાણ કરવા માટે આ જીવનના થયેલા પાપને બાળવા માટે એક માસમાં એક દિવસ શ્રીરામધામ આશ્રમમાં રામધુન કરવા માટે પધારો તેવો સંકલ્પ કરો તેવી પ્રાર્થના કરેલ હતી.