ભાજપના વિવિધ મોરચા દ્વારા જિલ્લા કક્ષાએ વિરોધાત્મક કાર્યક્રમો યોજાશે
અબતક,રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમારા વડાપ્રધાન અમારી શાન અંતર્ગત આગામી 13 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કોરોનાની ચુસ્ત ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવશે. વિવિધ મોરચાઓ દ્વારા જીલ્લા સ્થળે, તાલુકા સ્થળે, મંડળ સ્થળે રામધૂન,ભજન,ધરણા,મૌન રેલી જેવા કાર્યક્રમો યોજાશે.ગત પાંચમી જાન્યુઆરીના રોજ પંજાબ રાજ્યના ફિરોઝપુર જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષામાં મોટી ખામી દેખાઇ હતી. આ ઘટનાના માત્ર દેશ નહી દુનિયામાં પણ પડઘા પડયા છે. દેશની 135 કરોડ જનતા નેતાની સુરક્ષા માટે ચિંતિત છે.
કોંગ્રેસ પક્ષ તેમજ કોંગ્રેસની રાજય સરકાર અને તેના નેતૃત્વને ભગવાન સદબુદ્ધી આપે તે માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 13 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું સપુર્ણ પાલન સાથે કરવામાં આવશે.
આગામી દિવસોમાં મહાપુરૂષોની પ્રતિમાં સમક્ષ કોંગ્રેસના આ કૃત્યને વખોડવા ઘરણાના કાર્યક્રમો યોજાશે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સ્વસ્થ્ય અને દિર્ધાયુ અર્પે તે માટે જીલ્લા અને મંડળ કક્ષાએ મંદિરો, જાહેર સ્થળો અને ગામના ચોરાઓ જેવા સ્થળો પર રામધુન, પ્રાર્થના અને યજ્ઞો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વિવિધ મોરચા દ્વારા ગુજરાતની જનતા જનાર્દન વચ્ચે જઇ આ ઘટનાને વખોડવા અને અમારા વડાપ્રધાન અમારી શાન ના સુત્રો સાથે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં પ્રદેશ દ્વારા મહાપુરૂષોની પ્રતિમાં આગળ કોંગ્રેસને સદબુદ્ધી આપે તે અર્થે કાર્યકરો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઘરણાનો કાર્યક્રમ તથા જઈ મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકતંત્ર અને બંધારણને ધ્વસ્ત કરનાર કોંગ્રેસ સામે ધરણા કાર્યક્રમ, મહિલા મોરચા દ્વારા મંદિરો તેમજ જાહેર સ્થળોએ વડાપ્રધાનની સુરક્ષા માટે રામધૂન અને ભજનનો કાર્યક્રમ તેમજ કિસાન મોરચા દ્વારા ખેડૂત મંડળીઓ,એપીએમસી,મોટા ગામોમાં કિસાન સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના દિર્ધાયુ અને સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કાર્યક્રમ જિલ્લા સ્થળે, તાલુકા સ્થળે અને મંડળ સ્થળે યોજાશે. આ કાર્યક્રમો કોરોનાની સંપુર્ણ ગાઇડલાઇન પ્રમાણે દરેક સ્થળો પર 40 થી 50 કાર્યકરોની હાજરીમાં યોજાશે.