રઘુવંશી અગ્રણી જીતુભાઇ સોમાણીની પ્રતિજ્ઞા અને લક્ષ્યાંક સિઘ્ધ થશે: ‘રામધામ’નું નિર્માણ ન થાય ત્યાં સુધી પગમાં પગરખા નહી પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે
અબતક નિલેશ ચંદારાણા, વાંકાનેર
વાંકાનેરની ભૂમિ ઉપર રઘુવંશી સમાજના આરાઘ્ય દેવ શ્રી રામચંદ્રજી ભગવાનના ભવ્ય મંદિર ‘રામધામ’ બનવવા માટેની જમીન વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં લેવામાં આવી હોવાની જીતુભાઇ સોમાણીની જાહેરાતથી સમગ્ર સૌરાષટ્ર-કચ્છ- ગુજરાતમાં વસ્તા રઘુવંશી સમાજમાં ખુશીની લાગણી સાથે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
થોડા વર્ષા પહેલા વાંકાનેરની ભૂમિ ઉપર શ્રી લોહાણા સમાજ આયોજીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાતના રઘુવંશી અગ્રણીઓ, લોહાણા મહાજનો, યુવક મંડળો, મહીલા મંડળોનું વિરાટ મહાસંમેલન વાંકાનેર લોહાણા સમાજના સર્વસર્વા અને રઘુવંશી એકતા માટે સમગ્ર ગુજરાતમાં જેમનું આગવું ગામ લેવાય છે એવા જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં મળ્યું હતું. આ સંમેલનમાં પધારેલા હજારો લોકોની હાજરી વચ્ચે મંચસ્ત અગ્રણીઓએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. અને આ સંમેલન સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બને અને ‘રામ ધામ’ નામની વિશાળ ઓળખ માટે મળ્યું હતું.
આ મહાસંમેલનમાં વાંકાનેર લોહાણા સમાજનું ગૌરવ એવા જીતુભાઇ સોમાણીએ પોતાની જ્ઞાતિ પ્રત્યેની લાગણી વ્યકત કરી સાથે સૌરાષ્ટ્રની ભુમિ ઉપર રામધામ નો બને ત્યાં સુધી પગમાં પગરખા (ચંપલ) નહી પહેરવાની ટેક (બાધા) લીધી હતી આ વેળાએ મંચસ્ત સૌ એ વિનંતી કરી ‘રામધામ’ પ્રોજેકટ બહુ મોટો હોય મંદિર બનતા વાર લાગે માટે મંદીર માટે જમીન ખરીદીનો થાય ત્યાં સુધી ટેક રાખવા ભાર પૂર્વક સમજાવતા રામધામ માટેની જમીન સંપાદન સુધી ચંપલ પગરખા નહી પહેરવાની જીતુભાઇ સોમાણીની આ બાધા અડંગ નિર્ણય સાથે રહી છે અને આજે પણ જીતુભાઇ સોમાણી પગરખા પહેરતા નથી.જમીન સંપાદન થયાના સમાચારો અને આગામી કાર્યાની ચર્ચા વિચારણા માટે વાંકાનેરમાં શ્રી લોહાણા મહાજન વાડી ખાતે વાંકાનેર, રાજકોટ, મોરબી, પડધરી, ટંકારા, કુવાડવા સહીતના ગામના રઘુવંશી અગ્રણીઓની એક મીટીંગ જીતુભાઇ સોમાણીએ બોલાવી હતી
.જેમાં વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, લાલા રઘુવંશી ગ્રુપ, ચોટીલવાળા હકુભાઇ કોટેચા, અશોકભાઇ મીરાણ રાજકોટ, મેહુલભાઇ નથવાણી રાજકોટ, રાજુભાઇ રાજવીર વાંકાનેર, ભીખાલાલ પાંઉ કુવાડવા, પરમાનંદભાઇ ભીંડોરા કુવાડવા, લલીતભાઇ ચંદારાણા, અશ્ર્વીનભાઇ કોટક, જગદીભાઇ સેતા મોરબી, નવીનભાઇ પુજારા ચોટીલા, અશોકભાઇ ભાયાણી ભાયાવદર, રવિભાઇ માણેક, રચાનાબેન રુપારેલ, અલ્કાબેન ખગ્રામ, જાગૃતિબેન ખીમાણી રાજકોટ, હરેશભાઇ કોટક ચોટીલા સહીતના ગામેથી અગ્રણીઓ આ રાત્રી મીટીંગમાં ઉ5સ્થિત રહ્યા હતા. અને મંચસ્ય અગ્રણીઓએ ખુશી વ્યકત કરી પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
રાજકોટના અશોકભાઇ મીરાણીએ રામધામ માટે નકકી થયેલ સ્થળનું જાત નીરીક્ષણ કર્યાની અને સુંદર જગ્યા હોવાનું વર્ણન કર્યુ હતું. જીતુભાઇ સોમાણીએ જમીન બાબતે વિગતવાર સમજણ આપી હતી સાથો સાથ જમીનના પૈસા ચુકવવા માટેની સમય મર્યાદાથી સૌને વાકેફ કરી સૌ જ્ઞાતિના શ્રેષ્ઠીઓને તન, મન, ધનથી મદદરુપ થવા આહવાન કયુૃ હતું. તેમ જ આગામી દિવસોમાં સદગુરુદેવશ્રી હરીચરણદાસજી મહારાજના આશિર્વાદ મેળવી ‘રામધામ’ ની ભૂમી ઉપર વિશાળ રામ યજ્ઞ કરવા અને તેમા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતભરમાંથી જ્ઞાતિના શ્રેષ્ઠીઓ:, મહાજનોને આમંત્રીત કરવાના આયોજનની વિગતો જીતુભાઇ સોમાણીએ આપી હતી.
સાથે આ વિશાળ કાર્યમાં સૌ રઘુવંશી સમાજના લોકોએ પોતાના આરાઘ્ય દેવનું ભવ્ય મંદિર માટે પોતાની જવાબદારી અનેક ગણી હોવાનું સ્વયમ માની આપણા જ્ઞાતિના સર્વેને જમીન ખરીદીથી વાકેફ કરવા અને મીટીંગમાં ચર્ચાયેલ મંદિર પ્રોજેકટ અને જ્ઞાતિજનો માટે આપણી આવનારી યુવા પેઢીઓ માટે આપણે જે તૈયારીઓ આ મંદિર સાથે ધરવા થઇ રહ્યા છીએ.
કાર્યક્રમનું સુંદર સંચાલન વાંકાનેર લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુઘ્ધદેવે કર્યુ હતું. જયારે ભોજન પ્રસાદ માટે યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા અને તેમની ટીમ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવેલ.